ચેન્નઇના બે વકીલ યુકે-ઇન્ડિયા લીગલ પાર્ટનરશિપ એવોર્ડથી સન્માનિત

Tuesday 04th June 2024 13:26 EDT
 

લંડનઃ ભારતની મદ્રાસ હાઇકોર્ટના સીનિયર એડવોકેટ અબ્દુલ સલીમ અને એડવોકેટ એસ. એલમભારતીને યુકે-ઇન્ડિયા લીગલ કોરિડોરમાં એવોર્ડ ફોર એક્સલન્સથી સન્માનિત કરાયાં છે. આ એવોર્ડ ભારતની રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ દ્વારા એનાયત કરાયાં હબતાં. યુકેઆઇએલપી (યુકે-ઇન્ડિયા લીગલ પાર્ટનરશિપ) ભારત અને યુકેમાં કામ કરતા સીનિયર લોયર્સ માટેનું અગત્યનું નેટવર્કિંગ પ્લેટફોર્મ છે.

લંડન સ્થિત લોયર અજિત મિશ્રાના નેતૃત્વમાં યુકેઆઇએલપી દ્વારા યુકેની સુપ્રીમ કોર્ટના કોર્ટ હોલ નં.1 ખાતે 31 મેના રોજ એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું હતું. આ સેરેમનીમાં લો સોસાયટી ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમા પ્રમુખ, બાર કાઉન્સિલ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સના પ્રમુખ, ભારતના એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુ સહિત સંખ્યાબંધ જનરલ કાઉન્સેલ,સીનિયર કાઉન્સેલ અને કિંગ્સ કાઉન્સેલ ઉપસ્થિત રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter