લંડનઃ બ્રિટિશ સાંસદ અને બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની ભાણી તુલિપ સિદ્દિકની મુશ્કેલીઓમાં વધારો કરતાં બાંગ્લાદેશની અદાલતે સત્તાવાળાઓને સિદ્દિક વિરુદ્ધ રેડ નોટિસ જારી કરવા ઇન્ટરપોલને વિનંતી કરવાનો આદેશ આપ્યો છે. લંડનના હેમ્પસ્ટેડ એન્ડ હાઇગેટના સાંસદ સિદ્દિક પર બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના આરોપ છે. બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશનની પીટિશનના આધારે ઢાકાની અદાલતના સીનિયર જજે આ આદેશ જારી કર્યો હતો. સિદ્દિકને શેખ હસીના સાથે સંકળાયેલા અન્ય 3 ભ્રષ્ટાચારના કેસોમાં 6 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. જોકે સિદ્દિક તેમના પર મૂકાયેલા તમામ આરોપ નકારતા અદાલતના ચુકાદાને વાહિયાત ગણાવી રહ્યાં છે.


