થેમ્સ વોટર કંપનીએ હોસપાઇપ પ્રતિબંધ હટાવ્યો

Wednesday 23rd November 2022 05:02 EST
 
 

લંડન

થેમ્સ વોટર કંપનીએ ભારે વરસાદને પગલે ઓગસ્ટ મહિનામાં લગભગ દોઢ કરોડ ગ્રાહકો પર લાદેલો હોસપાઇપ પ્રતિબંધ હટાવી લીધો છે. જુલાઇ મહિનામાં વરસાદની અછતને કારણે નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર ઘટી ગયા બાદ કંપની દ્વારા આ નિર્ણય લેવાયો હતો. પ્રતિબંધ અંતર્ગત થેમ્સ વેલી, લંડન અને આસપાસના વિસ્તારોમાં હોસપાઇપનો ઉપયોગ કરનાર પર 1000 પાઉન્ડનો દંડ લાદવાની જોગવાઇ કરાઇ હતી. કંપનીએ જણાવ્યું હતું કે, આ મામલામાં સાવચેતી રાખવી જરૂરી છે પરંતુ તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સ્થિતિ હળવી બનતાં હોસપાઇપ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter