નિવૃત્ત આઇએએસ અધિકારી એસ. જગદીશને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની ઓફિસની મુલાકાત લીધી

Wednesday 11th May 2022 07:16 EDT
 
 

ગુજરાત સમાચારના સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે નિવૃત્ત આઇએએસ અધિકારી એસ. જગદીશને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસની ઓફિસની મુલાકાત લીધી હતી. તેમની સાથે સમાજસેવી ગુલામભાઇ પણ હાજર હતા. જગદીશને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના એડિટર ઇન ચીફ સી.બી. પટેલને શુભેચ્છા પાઠવી અને અખબારના માધ્યમથી સેવાયજ્ઞ, જ્ઞાનયજ્ઞ સાથે ભાષાયજ્ઞ અવિરત ચાલુ રહે એવી કામના વ્યક્ત કરી હતી. જગદીશન હાઇ કમિશન ઓફ ઇંડિયા-લંડનમાં મિનિસ્ટર (ઇકોનોમિક) તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ગુજરાતમાં રાજકોટ અને સુરત મ્યુનિસિપલ કમિશનર અને પછી સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તરીકે તેમની કામગીરી શ્રેષ્ઠ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter