લંડનઃ ક્રિપ્ટો કરન્સી સ્કેમમાં એક મહિલાએ 1,50,000 પાઉન્ડ ગુમાવ્યા બાદ નોર્થ લંડનના ઓમર અબ્દાલા પર મની લોન્ડરિંગના આરોપ ઘડાયા છે. અબ્દાલાને બ્રિસ્ટોલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેને 24 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જૂન 2024માં એક ટેલિફોન સ્કેમમાં બ્રિસ્ટોલની 50 વર્ષીય મહિલાના 3.16 બિટકોઇન ચોરાયા હતા.