બ્રિટનના વિદ્યાર્થીઓમાં પોર્ન ફિલ્મનું દુષણ વ્યાપક બની રહ્યું છે

કેટલાક વિદ્યાર્થીઓ તો પોર્ન ફિલ્મના વ્યસની બની ગયા હોવાનો સરવેમાં દાવો

Tuesday 14th March 2023 14:57 EDT
 
 

લંડન

એક નવા સરવેમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પોર્ન ફિલ્મ જોવાનું દુષણ વ્યાપક બની રહ્યું છે. 14થી 18 વર્ષના વિદ્યાર્થી વારંવાર પોર્ન ફિલ્મ નિહાળે છે અને તેમાંના કેટલાક તો પોર્ન ફિલ્મના વ્યસની બની ચૂક્યાં છે. શિક્ષકોનું કહેવું છે કે અમારે તો શાળામાં પોર્નોગ્રાફીના કારણે થતા નુકસાનમાંથી બચી ગયેલા કેટલાક વિદ્યાર્થીઓને સંભાળી રાખવાના જ છે. પોર્નોગ્રાફીના કારણે સગીરોના નુકસાનકારક વર્તાવ જોવા મળી રહ્યો છે.

સરવેમાં ભાગ લેનારા એક શિક્ષકે જણાવ્યું હતું કે, મારા વિદ્યાર્થીઓ પર હિંસક પોર્નોગ્રાફીની ગંભીર અસર જોવા મળી રહી છે. જાતીય શોષણની ઘટનાઓમાં જોવા મળેલા મોટા વધારાને કારણે અમારે સ્પેશિયલ ટ્રેનિંગ ક્લાસિસ શરૂ કરવા પડ્યાં છે.

એક ચેરિટી દ્વારા કરાયેલા સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે, 14થી 18ની વયજૂથના 22 ટકા વિદ્યાર્થી નિયમિત રીતે પોર્ન જોઇ રહ્યાં છે. પાંચમાંથી એક વિદ્યાર્થીએ કબૂલાત કરી હતી કે તેને પોર્ન ફિલ્મ જોવાની આદત પડી ગઇ છે. 10માંથી એક વિદ્યાર્થીએ સ્વીકાર્યું હતું કે, તેને પોર્ન ફિલ્મનું વ્યસન થઇ ગયું છે. 10માંથી 1 વિદ્યાર્થીએ તો 9 વર્ષની ઉંમરે જ પોર્ન ફિલ્મ જોઇ નાખી હતી. સરેરાશ 12 વર્ષની ઉંમરે વિદ્યાર્થીએ પહેલીવાર પોર્ન ફિલ્મ જોઇ હતી. નગ્ન તસવીરો અને વીડિયો શેર કરવાનો મુદ્દો પણ ઘણો ગંભીર છે. 33 ટકા યુવાઓને કોઇ અજાણી વ્યક્તિ પાસેથી નગ્ન તસવીર કે વીડિયો મળે છે.

ટીર્ચર્સ યુનિયનોનું કહેવું છે કે અમે પોર્નથી થતા નુકસાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે વધી રહેલી માગને પહોંચી વળવામાં સંઘર્ષ અનુભવી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter