બ્રિટનની ત્રીજી સૌથી મોટી ફાર્મસી ચેઈન દ્વારા દવાના જથ્થાનો સંગ્રહ

Wednesday 04th September 2019 03:12 EDT
 
 

લંડનઃ બ્રિટનની ત્રીજી સૌથી મોટી ફાર્મસી ચેઈન વેલ ફાર્મસીના ૫૬ વર્ષીય ચીફ એક્ઝિક્યુટિવ જહોન નુટ્ટલે જણાવ્યું હતું કે કંપનીએ સરકારની સલાહ વિરુદ્ધ જઈને અવરોધરૂપ બ્રેક્ઝિટની તૈયારી માટે દવાઓના જથ્થાના સંગ્રહ માટે ૭ મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા. તેમણે ઉમેર્યું કે કંપનીએ આ દૂરંદેશીભર્યું પગલું લીધું છે. ખાનગીમાં સ્ટોક એકત્ર કર્યો છે તેને લીધે લોકોએ ગભરાવું નહીં તેની તેમણે ફરીથી ભારપૂર્વક ખાતરી આપી હતી.

૨૦૧૪માં પરસ્પર સમજૂતી દ્વારા કેશ એન્ડ કેરી બિઝનેસ બેસ્ટવે ગ્રૂપને ૬૨૦ મિલિયન પાઉન્ડમાં વેચાણ થયું તે પહેલા વેલ ફાર્મસી કો-ઓપરેટિવ ફાર્મસી તરીકે ઓળખાતી હતી. ૨૪,૦૦૦ કર્મચારીઓ સાથેની આ કંપનીના ૭૮૦ આઉટલેટ છે.

તેમણે ઉમેર્યું હતું કે સરકાર તરફથી ફેરખાતરી મળે અને આ વધારાનો ખર્ચ ઉઠાવવા માટે સરકાર તરફથી વર્કિંગ કેપિટલમાં મદદ મળે તેવું ઈચ્છે છે કારણ કે તેઓ આ બધું સરકાર માટે જ કરી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter