બ્રિટન અને ભારત ઇન્શ્યુરન્સ અને પેન્શન સેક્ટરમાં ભાગીદારી કરવા સહમત

ભારતીય કંપનીઓના લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પર વિચારણા

Tuesday 12th September 2023 12:26 EDT
 

લંડનઃ બ્રિટન અને ભારત ઇન્શ્યુરન્સ અને પેન્શન સેક્ટરમાં ક્રોસ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટને વેગ આપવા નવી ભાગીદારી શરૂ કરવા સહમત થયાં છે. બ્રિટનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, યુકે-ઇન્ડિયા પેન્શન એન્ડ ઇન્શ્યુરન્સ પાર્ટનરશિપ બંને દેશમાં આ સેક્ટરોની વૃદ્ધિમાં મદદ કરશે. આ ભાગીદારી દ્વારા માહિતીનું આદાન પ્રદાન થશે, દ્વિપક્ષીય મૂડીરોકાણમાં વધારો થશે અને જોખમોને ઘટાડી શકાશે.

બ્રિટનના ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, ભારત સરકારે જણાવ્યું છે કે ભારતીય કંપનીઓના ઓવરસીઝ લિસ્ટિંગ માટે લંડન સ્ટોક એક્સચેન્જની મદદ લેવાશે. ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર ભારતીય કંપનીઓને વિદેશોમાં લિસ્ટિંગ માટેની સુવિધા આપવા પર વિચારણા કરી રહી છે.

હાલના નિયમો પ્રમાણે ભારતીય કંપનીઓ સીધેસીધી વિદેશી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવી શક્તી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter