લંડનઃ બ્લેક લાઇવ્ઝ મેટર્સ આંદોલનની આયોજક ઝારા સલીમને 30,000 પાઉન્ડના ફ્રોડ માટે જેલની સજા કરાઇ છે, ઝારાએ યૂથ ચેરિટી માટેના 30,000 પાઉન્ડ કરતાંની વધુ રકમને ઉબર રાઇડ્સ, આઇફોન, કોમ્પ્યુટર, બ્યૂટી પ્રોડક્ટ્સ વગેરે પાછળ ખર્ચી નાખવાનો આરોપ મૂકાયો હતો. ઝારાએ આંદોલનના ખર્ચ માટે ભંડોળ ઊભું કરવા ઓનલાઇન ફંડરેઇઝર શરૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે, ફંડમાંથી વધેલી રકમ બ્રિસ્ટોલ યૂથ ગ્રુપને અપાશે. ઝારાને આ ફ્રોડ માટે અઢી વર્ષની કેદ કરાઇ છે.