માનવમૂત્ર યુક્ત બનાવટી પરફ્યુમ વેચનારને 12 મહિનાની કોમ્યુનિટી ઓર્ડરની સજા

Tuesday 14th May 2024 10:48 EDT
 

લંડનઃ માન્ચેસ્ટરમાં મોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલા લાલ કિલ્લા સ્ટોરમાં બનાવટી પરફ્યુમ અન અન્ય બ્રાન્ડેડ ડિઝાઇનર ગિયર્સના બનાવટી ઉત્પાદનોનું વેચાણ કરવાના આરોપસર રાજા ખાન નામની વ્યક્તિને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા 12 મહિનાના કોમ્યુનિટી ઓર્ડર અને 100 કલાક વેતન વિના કામ કરવાની સજા અપાઇ હતી. પોલીસે ઓગસ્ટ 2021માં બાતમીના આધારે પાડેલા દરોડામાં 1,16,200 પાઉન્ડના બનાવટી ઉત્પાદનો જપ્ત કર્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, બનાવટી પરફ્યુમમાં માનવ મૂત્ર ઉપરાંત સાઇનાઇડ જેવા ઝેરી તત્વ પણ સામેલ હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter