લંડનઃ યુકેમાં ડેન્ટલ સેવાઓ પૂરી પાડતી સૌથી મોટી કંપનીઓ પૈકીની એક માયડેન્ટિસ્ટ હવે ડેન્ટિસ્ટની અછત નિવારવા માટે ભારત તરફ નજર દોડાવી રહી છે. સરકાર દ્વારા વિદેશી ડેન્ટિસ્ટની નિયુક્તિના નિયમોમાં બદલાવ કરાયા બાદ કંપનીએ જણાવ્યું હતું કે દેશમાં ડેન્ટલ અભ્યાસક્રમની સીટો મર્યાદિત હોવાના કારણે અમે પુરતી સંખ્યામાં ડેન્ટિસ્ટ પ્રાપ્ત કરી શક્તાં નથી. ઓવરસીઝ રજિસ્ટ્રેશન એક્ઝામ માટેના સ્લોટ પણ અપુરતા છે. જોકે હવે નિયમોમાં રાહત અપાતાં અમે વધુ વિદેશી ડેન્ટિસ્ટ નિયુક્ત કરી શકીશું.