લંડનઃ બ્રિટનની સૌથી તેજસ્વી વિદ્યાર્થિની માહનૂર ચીમાએ 23 એ લેવલ એ અને એ સ્ટાર ગ્રેડ સારે પાસ કર્યાં છે. 18 વર્ષીય માહનૂરનો આઇક્યૂ 161 છે જે સ્ટિફન હોકિંગ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન કરતાં પણ વધુ ગણાય છે. માહનૂરને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા મેડિસિનમાં અભ્યાસ કરવા બિનશરતી ઓફર અપાઇ છે.
જીસીએસઇમાં 34 વિષયો લેનાર માહનૂર નોર્થ વેસ્ટ લંડનની હેનરિટ્ટા બાર્નેટ સ્કૂલની વિદ્યાર્થિની છે. તે એ લેવલના 31 વિષય લેવા ઇચ્છતી હતી પરંતુ શિક્ષકોને લાગ્યું કે તે વધુ પડતો બોજો લઇ રહી છે. તેણે પ્રથમ બે મહિનામાં જ ચાર વિષયમાં એ સ્ટાર ગ્રેડ હાંસલ કરી લીધાં હતાં. આ સપ્તાહમાં તેણે લો, હિસ્ટ્રી, ફ્રેન્ચ અને ફિઝિક્સમાં પણ એ સ્ટાર ગ્રેડ હાંસલ કર્યાં હતાં.
માહનૂરે સાયકોલોજી, સોશિયોલોજી, લો, બિઝનેસ, એકાઉન્ટિંગ, ઇકોનોમિક્સ, લેટિન, જર્મન, કોમ્પ્યુટર સાયન્સ, ફિલ્મ સ્ટડીઝ, પોલિટિક્સ, ક્લાસિકલ સિવિલાઇઝેશન, મેથ્સ, ફર્ધર મેથ્સ, જિયોગ્રાફી, મીડિયા સ્ટડીઝ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ લિટરેચર, ફિલ્મ સ્ટડીઝ, ફ્રેન્ચ, સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટિંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો.