લંડનઃ યુકેની નાગરિકતા હાંસલ કરવાની ટેસ્ટ અન્યો વતી આપવા માટે 61 વર્ષીય મહિલાની ધરપકડ કરાઇ છે. તે અલગ અલગ પરિવેશ અને વીગ પહેરીને અન્યો વતી ટેસ્ટમાં હાજર રહેતી હતી. ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઇન્વેસ્ટિગેટર્સે 14 અરજકર્તા વતી ટેસ્ટ આપનાર એન્ફિલ્ડની મહિલાની ધરપકડ કરી હતી. આ માટે તે ઓળખપત્રોમાં ચેડાં કરીને યુકેના વિવિધ ટેસ્ટ સેન્ટર પર પહોંચી જતી હતી. તેની પાસેથી સંખ્યાબંધ બનાવટી દસ્તાવેજો પણ જપ્ત કરાયાં છે.