યુકેમાં નીઓ-નાઝી ગ્રૂપ પ્રતિબંધિત

Wednesday 14th July 2021 06:15 EDT
 

લંડનઃ યુકેમાં રશિયાથી ચલાવાતા અમેરિકન નીઓ-નાઝી ગ્રૂપ ધ બેઝને પ્રતિબંધિત કરવામાં આવશે તેની જાહેરાત હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કરી છે. જો પાર્લામેન્ટની મંજૂરી મળશે તો યુકેના ત્રાસવાદીવિરોધી કાયદાઓ હેઠળ પ્રતિબંધિત કરાનારું આ પાંચમું જમણેરી ગ્રૂપ હશે. ગયા વર્ષે બીબીસી પેનોરમાએ યુકેમાં આ ગ્રૂપ દ્વારા કરાતી ભરતીને ખુલ્લી પાડી હતી. યુકેમાં આ ગ્રૂપ ખાસ સક્રિય નથી પરંતુ, તેના સભ્યપદ અથવા ગ્રૂપના ત્રાસવાદને સમર્તન આપનારાને મહત્ત્મ ૧૪ વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ છે.

ધ બેઝ ગ્રૂપની સ્થાપના ‘રેસ વોર’ થકી ફાસીવાદી રાજ્યો રચવાના હેતુસર યુએસ અને અન્ય દેશોમાં ટેરરિસ્ટ સેલ્સ સાથે ૨૦૧૮માં અમેરિકન રિનાલ્ડો નાઝારો દ્વારા કરાઈ હતી અને તે રશિયાના સેન્ટ પિટર્સબર્ગ ખાતેના નિવાસેથી તેનું સંચાલન કરતો હતો. આ ગ્રૂપના સભ્યો શસ્ત્રો અને વિસ્ફોટકોની તાલીમ લેતા હતા અને યુએસમાં તેના ઘણા સભ્યો સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter