યુકે ભારતને તત્કાળ સહાય કરે તેવી સંસદીય જૂથની માગણી

Wednesday 28th April 2021 06:04 EDT
 

લંડનઃ ઈન્ડો બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ દ્વારા યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના વિદ્વાનો દ્વારા સંચાલિત થિન્ક ટેન્ક ૧૯૨૮ ઈન્સ્ટિટ્યૂટ સમક્ષ ભારતમાં કોવિડ-૧૯ કટોકટી વિશે રિપોર્ટમાં માહિતી આપી હતી. આ રજૂઆતોમાં (૧) પબ્લિક હેલ્થ ડેટા- ઈન્ફેક્શન અને મૃત્યુદરનું પ્રોજેક્શન (૨) યુકે દ્વારા સહાય – સરકાર અને બ્રિટિશ ભારતીયો શું કરે છે (૩) બ્રિટિશ ભારતીયો પર અસર અને (૪) બ્રિટિશ ભારતીયોની યાતના – સહકાર અને સહાયની હાકલ,નો સમાવેશ થયો હતો.

• પાંચમાંથી એક બ્રિટિશ ભારતીય વેક્સિન લેશે નહિ કારણકે તેઓ તેમનું વેક્સિન ભારતમાં વધુ મુશ્કેલ સંજોગોમાં હોય તેમના સહિત જેઓ વધુ અસુરક્ષિત હોય તેમને આપી દેવા ઈચ્છશે. • યુકે સરકાર વધુ મેડિકલ ઈક્વિપમેન્ટ્સ આપે અને જીવનરક્ષક દવાઓ માટે પેટન્ટનો અમલ ન કરે તેમ બ્રિટિશ ભારતીયો માગે છે. • બ્રિટિશ ભારતીયો  નામા, મેડિકલ સપ્લાય અને માનવ સહાય સહિતના સ્રોતો ભારત મોકલવાનું આયોજન કરી રહ્યા છે.

ઈન્ડો બ્રિટિશ APPGના અધ્યક્ષ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે સારા નીતિ ઘડતરમાં જ્ઞાન અને સમજ જરુરી છે. યુકેમાં ભારતીય ડાયસ્પોરા સમાજના શ્રેષ્ઠ કલ્યાણ માટે કટિબદ્ધ છે પરંતુ, સરકાર અને નીતિ ઘડવૈયાઓ આઉટડેટેડ અને વ્યાપક ધારણાઓથી તેમનું નીચાજોણું કરાવે છે. આ રિપોર્ટ યોગ્ય કરી શકશે.’

UN Women (UK)ના અધ્યક્ષા બેરોનેસ વર્માએ જણાવ્યું હતું કે,‘બ્રિટિશ ભારતીયો તેમના મજબૂત પારિવારિક સંબંધો છે તેવા ભારતના લોકોને સંસ્થાઓ અને કોમ્યુનિટી જૂથો દ્વારા શક્ય તમામ સહાય મોકલવાની ચોકસાઈ સાથે ટેકો જાહેર કરી રહ્યા છે. આપણા ગાઢ મિત્રને મદદ કરવાની આપણી નૈતિક ફરજ છે એટલું જ નહિ, ઝડપી કાર્યવાહીથી કોવિડ-૧૯ના સ્ટ્રેન્સ આપણાં કાંઠે પહોંચે નહિ તે જોખમ પણ હળવું થઈ શકશે.’

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના વિદ્વાન કિરન કૌર માનકુએ સરકારે તત્કાળ ઓક્સિજન સિલિન્ડર્સ અને કોન્સન્ટ્રેટર્સ જેવાં સાધનો મોકલી આપવા કામગીરી કરવી જોઈએ તેના પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter