ન્યુહામ કાઉન્સિલની ચૂંટણીમાં મિરાજ પટેલ ચૂંટાયા

Wednesday 11th May 2022 07:59 EDT
 
 

લંડન બરો ઓફ ન્યુહામ કાઉન્સિલના ૨૦ વોર્ડની ચૂંટણીઓમાં લેબર પક્ષે ૬૪ બેઠકો પર જીત મેળવી છે. જેમાં આપણા ગુજરાતી અને બાંગ્લાદેશી વ્યાપાર ધંધાથી ધમધમતી ગ્રીન સ્ટ્રીટ ઇસ્ટ બેઠક પરથી લેબર ઉમેદવાર તરીકે ગુજરાતી યુવાન મિરાજ ઉપેન્દ્રભાઇ પટેલે ૨,૩૪૭ મતોની સરસાઇ સાથે જીત મેળવી છે.

મિરાજ છેલ્લા ૨૫ વર્ષથી આ વિસ્તારમાં રહે છે અને વ્યવસાયે કાયદાશાસ્ત્રી (લોયર) છે. તેઓએ કોમ્યુનિટીને એક અચ્છા કાયદાકીય સલાહકાર તરીકે વોલન્ટીઅરી સેવાઓ આપી છે. મિરાજ ઉપેન્દ્રભાઇ પટેલ એ આણંદ જિલ્લાના મૂળ ચાંગા ગામના વતની છે અને શ્રી જલારામ બાપાના પરમ ભક્ત છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter