લંડનઃ બકિંગહામશાયરના વેનડોવરમાં હોલ્ટન હાઉસ ખાતે 28 ઓક્ટોબર 2024ના સોમવારના રોજ રોયલ એરફોર્સ દ્વારા ડિફેન્સ હિન્દુ નેટવર્કના સહકારમાં દિવાળીની ઉજવણી કરાઇ હતી. પ્રકાશના પર્વની ઉજવણી માટે મિલિટરી પર્સનલ અને દક્ષિણ એશિયન સમુદાયના આગેવાનોને એક મંચ પર લાવવા આ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. તે અંગેનો વિસ્તૃત અહેવાલ અમારા હવે પછીના અંકમાં પ્રસિદ્ધ કરાશે. તસવીરમાં (ડાબેથી જમણે) પ્રાર્થના શાહ, યુકે એન્ડ ઇયુ હલ્દીરામ સ્નેક્સના કન્ટ્રી હેડ સુમિત ગિરધાની, સુભાષ પટેલ, નેપાળી સેનાના ડિફેન્સ એટેચી કર્નલ અનુપ શાહ, હર્ષા જાની તથા એશિયન વોઇસ અને ગુજરાત સમાચારના પબ્લિશર-એડિટર સી બી પટેલ દ્રશ્યમાન થાય છે.