લેબર લહેર છતાં હેરો બેઠક પર બોબ બ્લેકમેને પ્રચંડ વિજય હાંસલ કર્યો

Tuesday 09th July 2024 14:26 EDT
 
 

લંડનઃ ભારતના ચુસ્ત સમર્થક એવા બોબ બ્લેકમેને હેરો બેઠક પર ભારતીય મૂળના ઉમેદવાર પ્રિમેશ પટેલને 11,680 મતથી પરાજિત કર્યા હતા. બોબ બ્લેકમેન હંમેશા ભારતીય સમુદાયની પડખે રહ્યાં છે. બ્રિટિશ સંસદમાં ભારતના હિતો માટે તેમના પ્રયાસો અને યોગદાનની અવગણના કરી શકાય નહીં. ભારતીય સમુદાયમાં લોકપ્રિય એવા બીજા ભારત તરફી સાંસદ થેરેસા વિલિયર્સનો ચિપિંગ બાર્નેટ બેઠક પર પરાજય થયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter