લોર્ડ કરણ બિલિમોરિયા CBIના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત

Tuesday 02nd July 2019 09:24 EDT
 
 

લંડનઃ મૂળ ભારતીય લોર્ડ કરણ બિલિમોરિયાને કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોબ્રા બિયરના સ્થાપક લોર્ડ બિલિમોરિયા આ સંસ્થામાં છ વર્ષની મુદત પછી પદત્યાગ કરનારા પોલ ડ્રેશલર CBE નું સ્થાન સંભાળશે.

લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે,‘CBIના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયાથી હું ગૌરવ અનુભવું છું. પ્રોત્સાહનના ઉદાર શબ્દોએ મને પ્રેરણા આપી છે. CBI સાથે કામ કરવામાં હું શ્રેષ્ઠ યોગદાન આપવા ઉત્સુક રહીશ.’

બ્રેક્ઝિટ અરાજકતા મધ્યે આ નિમણૂક કરાઈ છે જ્યારે લોર્ડ બિલિમોરિયા સેકન્ડ રેફરન્ડમ માટે સક્રિય કેમ્પેઈનર છે. તેમણે અગાઉ બ્રેક્ઝિટ પ્રક્રિયાને ‘ધીમી ગતિએ ટ્રેનની અથડામણને નિહાળવા’ તરીકે ગણાવી હતી. જોકે, તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે બ્રેક્ઝિટ વિશે તેમના અંગત મંતવ્યો સંસ્થા કરતા ‘તદ્દન ભિન્ન’ છે.

CBIના પ્રેસિડેન્ટ જ્હોન એલને જણાવ્યું હતું કે,‘બિઝનેસના આરંભ અને વૃદ્ધિના ચડાવ અને ઉતારને સારી રીતે નિહાળવાના અનુભવો ધરાવતા સન્માનીય એન્ટ્રેપ્રીન્યોર સંસ્થામાં આવ્યા તે માટે આપણે નસીબવંતા છીએ.’ 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter