વિઝા ફીમાં માફીની અરજીઓના નિકાલમાં અક્ષમ્ય વિલંબ

હોમ ઓફિસમાં પડતર અરજીઓની સંખ્યા 33,000ને પાર

Tuesday 04th June 2024 13:23 EDT
 

લંડનઃ વિઝા ફીમાં માફી માટેની અરજીઓની પ્રક્રિયામાં થઇ રહેલા ભારે વિલંબના કારણે સમગ્ર દેશમાં ઘણા પરિવાર ભય અને અનિશ્ચિતતા વચ્ચે જીવી રહ્યાં છે. માઇગ્રન્ટ ચેરિટી સંસ્થાઓના જણાવ્યા અનુસાર 2024ના પ્રથમ ત્રિમાસિકમાં વિઝા ફીમાં માફી માટે 18,528 અરજી હોમ ઓફિસ પાસે આવી હતી. હોમ ઓફિસમાં વિઝા ફીમાં માફી માટેની પડતર અરજીઓની સંખ્યા 33,000ની રેકોર્ડ સપાટી પર પહોંચી છે.

આ સમયગાળામાં વિઝા માફી માટેની અરજીઓને મંજૂરીની સંખ્યા પણ ઘણી ઘટી ગઇ છે. 2024ના પ્રથમ ત્રિમાસિકમાં ફક્ત 69 અરજીને મંજૂરી અપાઇ હતી જેની સામે 2023ના આજ સમયગાળામાં 6000 અરજીઓ મંજૂર કરાઇ હતી.

યુકેમાં વિઝા માટેની ફી ભરવામાં સક્ષમ ન હોય તેવા લોકોને ફીમાંથી માફી આપવામાં આવે છે. તાજેતરમાં સરકાર દ્વારા ફેમિલી વિઝા ફીમાં 20 ટકાનો વધારો કરાયો છે. ચેરિટીના જણાવ્યા અનુસાર અરજીને મંજૂરીની પ્રક્રિયાનો સમય આઠ સપ્તાહથી લંબાઇને આઠ મહિના પર પહોંચી ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter