વિદેશથી આયાત કરાયેલા ઇંડા ન ખાવા ચેતવણી

Wednesday 23rd November 2022 05:04 EST
 
 

લંડન

ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના નબળા નાગરિકોને વિદેશથી આયાત થતા ઇંડા (રની એગ્સ) ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. બ્રિટનમાં પ્રવર્તી રહેલી અછતને પહોંચી વળવા સુપર માર્કેટો દ્વારા વિદેશોમાંથી ઇંડાની આયાત કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રકારની ચેતવણી આપવામાં આવી છે. બ્રિટિશ એગ ઇન્ડસ્ટ્રી કાઉન્સિલે લોકોને ઇંડા બનાવતા પહેલાં કાર્ટન પરના લેબલને ચેક કરી લેવા અપીલ કરી છે. કાઉન્સિલે જણાવ્યું છે કે અમે બ્રિટિશ લાયન કોડ ઓફ પ્રેકટિસ અંતર્ગત ઉત્પાદિત ન કરાયા હોય તેવા કાચા કે આંશિક રાંધેલા ઇંડા ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ખાય તેવી ભલામણ કરતાં નથી. કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુપર માર્કેટોમાં વિદેશમાંથી આયાત કરેલા ઇંડા જોઇને વિચલિત થઇ જવાય છે. અમારા સંશોધનો દર્શાવે છે કે બ્રિટિશ ગ્રાહકો ઉચ્ચ ગુણવત્તા આપતા ઘર આંગણે ઉત્પાદિત ઇંડા જ પસંદ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, વિક્રેતાઓ ઇંડા આયાત કરેલા છે તેવી સ્પષ્ટ સૂચના મૂકે જેથી ગ્રાહકો ઇંડા કયા દેશમાંથી આયાત કરાયેલા છે તે જોઇ શકે. વિદેશથી આયાત કરાયેલા ઇંડાને બ્રિટિશ લાયન  કોડ અંતર્ગત માન્યતા અપાતી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter