વિદેશી નર્સો પર બ્રિટનનો આધાર ભયજનક સ્તરે પહોંચી ગયોઃ સરકારને ચેતવણી

નર્સો માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાથી યુકેમાં નર્સોની અછત ગંભીર બની શકે

Tuesday 23rd May 2023 16:15 EDT
 
 

લંડનઃ વિદેશી નર્સો પર બ્રિટનનો આધાર ભયજનક સ્તરે પહોંચી ગયો છે. સરકારને ચેતવણી અપાઇ છે કે 2019થી બ્રિટનમાં નિયુક્ત કરાતી વિદેશી નર્સોની સંખ્યામાં 66 ટકાનો તોતિંગ વધારો થયો છે. વિદેશી નર્સો પર આધાર રાખવાના કારણે એનએચએસને ગ્લોબલ લેબર માર્કેટની દયા પર રહેવું પડે છે તેવી ચેતવણીઓ મધ્યે સરકાર આરોગ્ય ક્ષેત્રમાં બ્રિટિશ કર્મચારીઓની નિયુક્તિને વેગ આપવાના અવારનવાર વચનો આપી રહી છે. 2019માં સરકારે વચન આપ્યું હતું કે ઇંગ્લેન્ડમાં માર્ચ 2024 સુધીમાં 50,000 વધારાની નર્સ નિયુક્ત કરાશે. સરકાર તેનો લક્ષ્યાંક હાંસલ તો કરી લેશે પરંતુ તે માટે સરકાર વિદેશી નર્સો પર વધુ આધાર રાખી રહી છે. હાલમાં યુકેમાં નર્સ, મિડવાઇફ અને નર્સિંગ એસોસિએટ તરીકે કામ કરતા 20 ટકા કર્મચારીઓએ વિદેશમાં તાલીમ લીધી છે.

વિશ્વમાં સૌથી વધુ નર્સ ફિલિપાઇન્સ જેવા દેશ પૂરી પાડે છે. એનએચએસમાં ફિલિપાઇન્સની નર્સોની સંખ્યા ઘણી છે. પરંતુ હવે જર્મની અને કેનેડા જેવા દેશો પણ વિદેશી નર્સોની ભરતી કરવા લાગ્યા છે જા કારણે સ્પર્ધા સર્જાઇ રહી છે. આ સ્પર્ધા યુકેમાં નર્સોની અછત ઊભી કરી શકે છે. તાજેતરના વર્ષોમાં યુકેમાં વિદેશી નર્સોની સંખ્યામાં મોટો વધારો થયો છે. સપ્ટેમ્બર 2022માં પૂરા થયેલા વર્ષમાં યુકેમાં નિયુક્ત થનારી નર્સો પૈકીની 50 ટકાએ વિદેશમાં તાલીમ લીધી હતી.

તાજેતરમાં ભરતી કરાયેલી વિદેશી મૂળની નર્સોમાં ભારતીયો મોખરે

ભારત – 9769 નર્સ

ફિલિપાઇન્સ – 5763 નર્સ

નાઇજિરિયા – 2998

ઝિમ્બાબ્વે – 913

ઘાના – 831


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter