વેમ્બ્લીમાં મહિલાની હત્યાનો પ્રયાસ કરનાર ઇતેશને 16 વર્ષ કેદની સજા

Tuesday 14th May 2024 10:46 EDT
 
 

લંડનઃ વેમ્બલીમાં 30 સપ્ટેમ્બર 2022ના રોજ એક મહિલાને સંખ્યાબંધ ઘા મારી હત્યાનો પ્રયાસ કરનાર 35 વર્ષીય બેલમોન્ટ એવન્યૂના ઇતેશ ઇરાને ઓલ્ડ બેઇલી ખાતે 16 વર્ષ અને 9 માસ કેદની સજા ફટકારવામાં આવી છે. તપાસકર્તાઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાના પગલે ઇતેશે પોતાનો અપરાધ કબૂલી લીધો હતો. ડિટેક્ટિવ સાર્જન્ટ મિતેશ મૂલજીએ જણાવ્યું હતું કે, ઇરા પીડિતાની મોડી રાત્રે નોકરી પતે તેની રાહ જોઇને ઊભો હતો અને જેવી પીડિતા નોકરી પરથી બહાર આવી કે તેના પર સડક પર જ હુમલો કરી દીધો હતો. તેનો ઇરાદ મહિલાની હત્યા કરવાનો જ હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter