વેસ્ટ મિડલેન્ડ્સના રીઢા લૂટારા કામરાન માહમૂદને 8 વર્ષની કેદ ફટકારાઇ

Tuesday 07th November 2023 13:06 EST
 

લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં શ્રેણીબદ્ધ અપરાધો આચરનાર કામરાન માહમૂદને 8 વર્ષની કેદ ફટકારાઇ છે. પોલીસે તેને રીઢો લૂટારો ગણાવ્યો હતો. 21 વર્ષીય કામરાને આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વાલસાલમાં સંખ્યાબંધ ચોરી અને લૂટ કરી હતી. તે લોકોના ઘરોમાં બળજબરીથી ઘૂસી જતો અને ચાકૂની અણીએ લૂટ ચલાવતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter