લંડનઃ સારા શરિફની હત્યાના મામલામાં આજીવન કેદની સજા મેળવનાર તેના પિતા ઉરફાન શરિફ પર જેલમાં હુમલો કરાયો હતો. નવા વર્ષના દિવસે બેલમાર્શ પ્રિઝન ખાતે અન્ય બે કેદી દ્વારા ઉરફાન પર હુમલો કરાયો હતો. જેના પગલે ઉરફાનને ચહેરા અને ગરદન પર ઇજા પહોંચી હતી. તેને જેલમાં જ સારવાર અપાઇ હતી. પ્રિઝન સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હુમલા અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ ચાલી રહી હોવાથી હાલ કશું કહેવું ઉચિત ગણાશે નહીં. બેલમાર્શ સાઉથ ઇસ્ટ લંડનમાં આવેલી એ કેટેગરીની જેલ છે જ્યાં સૌથી ખતરનાક કેદીઓને રાખવામાં આવે છે.