સુનાકે તેમના સંતાનોને હિન્દી શીખવી છેઃ હેમંતા બિસ્વા સરમા

આપણે ભારતમાં રહીને પણ હિન્દીને મહત્વ આપતાં નથીઃ આસામના મુખ્યમંત્રી

Tuesday 12th September 2023 12:25 EDT
 

લંડનઃ ભારતના આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ હિન્દીને ઘણું મહત્વ આપે છે અને તેમના સંતાનો હિન્દી શીખ્યાં છે. શનિવારે રાત્રે જી-20 ડીનર ખાતે મારે આ મામલે સુનાક સાથે વાત થઇ હતી.

પત્રકારો સાથેની વાતચીતમાં સરમાએ જણાવ્યું હતું કે, મારે બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની સાથે થોડી વાતચીત થઇ હતી. તેમણે મને જણાવ્યું હતું કે, અમે બ્રિટનમાં રહેતાં હોવા છતાં અમારા સંતાનોને હિન્દીનું શિક્ષણ આપ્યું છે. વડાપ્રધાન સુનાકે આ વાત કેટલાક મુખ્યમંત્રીઓની સામે કહી હતી. તે સમયે હું વિચારમાં પડી ગયો હતો કે ભારતમાં રહેતા હોવા છતાં હું મારા સંતાનોને હિન્દી શીખવા માટે મહત્વ આપતો નથી પરંતુ તેઓ ઇંગ્લેન્ડમાં રહીને આ કામ કરી રહ્યાં છે જે અદ્વિતિય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter