હત્યાના આરોપસર લેસ્ટરના રાજ સિદપરાની ધરપકડ

Tuesday 14th May 2024 10:45 EDT
 
 

લંડનઃ લેસ્ટરના થર્નબી લોજના તારબાટ રોડ પર રહેતા 50 વર્ષીય રાજ સિદપરાની 44 વર્ષીય તરનજિત રિયાઝની હત્યાના આરોપમાં ધરપકડ કરાઇ છે. ઇસ્ટ મિડલેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસે પોલીસને 6 મેના રોજ તાપબાટ રોડ પરની પ્રોપર્ટીમાંથી તરનજિતની લાશ મળી આવતાં પોલીસને જાણ કરી હતી. લેસ્ટર પોલીસે રાજ સિદપરાની ધરપકડ કરી રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં લીધો હતો.

ડિટેક્ટિવ ઇન્સ્પેક્ટર એમ્મા મેટ્સે જણાવ્યું હતું કે, કયા કારણસર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો તે અંગે ડિટેક્ટિવોની એક ટીમ તપાસ કરી રહી છે. તરનજિત રિયાઝના પરિવારને સ્પેશિયાલિસ્ટ ઓફિસરની એક ટીમ મદદ કરી રહી છે.

રિયાઝના પરિવારે જણાવ્યું હતું કે, તરનજિત તેના ભાઇબહેન માટે એક પિતાની ભુમિકા ભજવી રહી હતી. તે તેના પરિવારનો એકમાત્ર આધાર હતી. તે હંમેશા બીજાને ખુશ રાખવાનો પ્રયાસ કરતી હતી. તે ફક્ત અમારી બહેન કે પુત્રી નહીં પરંતુ મિત્ર સમાન હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter