હવે જર્સીમાં આસિસ્ટેડ ડાઇંગ કાયદાને મંજૂરી

Tuesday 03rd March 2026 12:05 EST
 
 

લંડનઃ યુકેમાં વધુ એક વિસ્તારમાં આસિસ્ટેડ ડાઇંગને મંજૂરી આપી દેવાઇ છે. અત્યંત ગંભીર બીમારીથી પીડાતા પુખ્તોને પોતાના જીવનનો અંત લાવવાનો અધિકાર આપતા કાયદાને જર્સીમાં મંજૂરી આપી દેવાઇ છે. હવે તેને રાજવી સંમતિ માટે મોકલી અપાશે. આ કાયદા અંતર્ગત અસહ્ય પીડાથી પીડાતા અત્યંત ગંભીર બીમાર દર્દીઓ કે જેમનું મોત 6 મહિનામાં થઇ શકે તેમને ઇચ્છા મૃત્યુની મંજૂરીની જોગવાઇ કરાઇ છે. આમ હવે જર્સી બ્રિટિશ આયલ્સનો બીજો હિસ્સો બન્યો છે જ્યાં આસિસ્ટેડ ડાઇંગને મંજૂરી અપાઇ છે. આ પહેલાં આયલ્સ ઓફ મેનમાં કાયદાને મંજૂરી અપાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter