‘ન્યૂ યર ઓનર્સ લિસ્ટ’માં કોમ્યુનિટી સેવામાં પ્રદાનને મહત્ત્વ

સન્માન યાદીમાં તમામ ક્ષેત્રોના કુલ ૧૦૯૭ લોકોનો નામોલ્લેખઃ કુલ ૫૧ ટકા અટલે કે ૫૫૬ મહિલા, BAME પશ્ચાદભૂના ૯.૧ ટકા, અક્ષમતા ધરાવતા ૧૧ ટકા તેમજ LGBT+ પશ્ચાદભૂ સાથેના ૩.૩ ટકા સન્માનિતોનો સમાવેશ

Wednesday 08th January 2020 00:50 EST
 
 

લંડનઃ ઈસુના વર્ષ ૨૦૨૦ના આગમન સાથે ‘ન્યૂ યર ઓનર્સ લિસ્ટ’ની જાહેરાત થઈ ગઈ છે, જેમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા મહાનુભાવોનો સમાવેશ કરાયો છે. નવા વર્ષ ૨૦૨૦ની સન્માન યાદીમાં તમામ ક્ષેત્રોના કુલ ૧૦૯૭ લોકોનો નામોલ્લેખ થયો છે જેમાંથી ૯૪૧ લોકોને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM-૩૧૫), મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE-૩૯૭), અને ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE-૨૨૯)થી સન્માનિત કરાયા છે. પસંદગીપાત્ર મહાનુભાવોને બ્રિટ઼િશ એમ્પાયરના સર્વોચ્ચ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE) તેમજ નાઈટહૂડ (સર અથવા ડેમ)નું સન્માન અપાયું છે. આ સન્માન યાદીમાં ૭૨ ટકા લોકોને પોતાની કોમ્યુનિટીઓમાં નોંધપાત્ર સેવા પ્રદાન કરવા બદલ સન્માનિત કરાયા છે. આ યાદીમાં કુલ ૫૧ ટકા અટલે કે ૫૫૬ મહિલા, BAME પશ્ચાદભૂના ૯.૧ ટકા, અક્ષમતા ધરાવતા ૧૧ ટકા તેમજ LGBT+ પશ્ચાદભૂ સાથેના ૩.૩ ટકા સન્માનિતોનો સમાવેશ કરાયો છે.

સિવિલ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર- CBE

• પ્રોફેસર રોવેના અરશાદ (રોવેના પારનેલ) OBE : મોરાય હાઉસ સ્કૂલ ઓફ એજ્યુકેશનના પૂર્વ હેડ, યુનિવર્સિટી ઓફ એડિનબરા અને સ્કોટલેન્ડમાં સેન્ટર ફોર એજ્યુકેસન ફોર રેસિયલ ઈક્વલિટીના કો-ડાયરેક્ટર, શિક્ષણ અને સમાનતાના ક્ષેત્રની સેવા (એડિનબરા) • ડો.અહલ્યા નવીના ઈવાન્સઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ઈસ્ટ લંડન NHS ફાઉન્ડેશન, NHS લિડરશીપ અને BAME કોમ્યુનિટીની સેવા (ગ્રેટર લંડન, EC2Y ) • શોભના જયસિંહ, MBE.- કોરિયોગ્રાફર અને શોભના જયસિંહ ડાન્સ કંપનીના સ્થાપક- ડાન્સ ક્ષેત્રને સેવા (ગ્રેટર લંડન, N2) • પ્રોફેસર અદિતિ લાહિરી FBA: યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાં ભાષાશાસ્ત્રના પ્રોફેસર. ભાષાશાસ્ત્રના અભ્યાસની સેવા (ઓક્સફર્ડશાયર) • પ્રોફેસર પવનદીપ થાન્ડી DL: NEC ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. અર્થતંત્રની સેવા. (વોરવિકશાયર)

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર- OBE

• અલી અકબરઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, યુનિટી હાઉસિંગ એસો. લીડ્ઝમાં કોમ્યુનિટીની સેવા (ગ્રેટર માન્ચેસ્ટર) • શબીર બેગઃ ચેર સ્કોટિશ અહલુલ બાયેત સોસાયટી, ગ્લાસગોમાં ઈન્ટરફેઈથ સંબંધોની સેવા (ગ્લાસગો) • ડો. ઝાહિદ મહમૂદ ચૌહાણઃ ઘરવિહોણા લોકોની સેવા (ગ્રેટર માન્ચેસ્ટર)

• ડો. કેથેરાઈન સારાહ ચટવાલઃ ચેલેન્જ પાર્ટનર્સના ચીફ એક્ઝિક્યુટિવ અને STEP એકેટેમી ટ્રસ્ટ લંડનના ચેર ઓફ એજ્યુકેશન. શિક્ષણક્ષેત્રની સેવા. (ગ્રેટર લંડન, SE24) • રેણુકા પ્રિયદર્શિની દેન્ત (રેણુકા જયરાજાહ-દેન્ત): કોરામ યુકેના ઓપરેશન્સ ડાયરેક્ટર અને ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બાળકો અને પરિવારોની સેવા • સાબાહ ગિલાનીઃ બેટર કોમ્યુનિટી બિઝનેસ નેટવર્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, યુવાવર્ગ અને મુસ્લિમ કોમ્યુનિટીની સેવા (બેડફોર્ડશાયર) • વિલિયમ લેઈંગ ગિલઃ રોયલ હાઈલેન્ડ એન્ડ એગ્રીકલ્ચરલ સોસાયટી ઓફ સ્કોટલેન્ડના ડાયરેક્ટર, અધ્યક્ષ અને માનદ્ સેક્રેટરી. સ્કોટલેન્ડમાં કૃષિક્ષેત્રની સેવા (Ross and Cromarty) • નિષ્મા ગોસરાનીઃ હેડટીચર, વૈવિધ્યતા અને સમાવેશિતાને પ્રોત્સાહનના ક્ષેત્રમાં વોલન્ટીઅરી સેવા (લંડન) • નીના લાલઃ સેન્ટ સ્ટીફન્સ સ્કૂલ અને ચીલ્ડ્રન્સ સેન્ટરના હેડટીચર, લંડન બરો ઓફ ન્યૂહામ. શિક્ષણક્ષેત્રની સેવા (લંડન) • અરુણદીપ સિંહ કાંગઃ BAME કોમ્યુનિટીઝના વિકાસની સેવાનું ક્ષેત્ર (વોરવિકશાયર) • રિશિ ખોસલાઃ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ઓકનોર્થબેન્ક લિમિટેડ, બિઝનેસ ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન W8 ) • જાવેદ મરાન્ડીઃ બિઝનેસ અને પરોપકાર ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન, SW1W ) • ડો. રમેશ દામજી દેવજી પટ્ટણીઃ યુકેમાં હિન્દુ સમુદાય અને ઈન્ટરફેઈથ સંબંધોની સેવા ( ગ્રેટર લંડન, HA2)

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર- MBE

• મુમતાઝ અલીઃ વર્ક એન્ડ પેન્શન્સ ડિપાર્ટમેન્ટમાં સ્પાર્કહિલ જોબસેન્ટર પ્લસમાં વર્ક કોચ. બર્મિંગહામમાં ડિસએડવાન્ટેજ કસ્ટમર્સની સેવા (વેસ્ટ મિડલેન્ડ્સ) • મોહમ્મદ અશરફ અલીઃ હેડ ઓફ પ્રોજેક્ટ્સ, બ્રિટિશ મુસ્લિમ હેરિટેજ સેન્ટર. કોમ્યુનિટી રીલેશન્સની સેવા (ગ્રેટર માન્ચેસ્ટર) • મોહમ્મદ સાકિબ ભટ્ટીઃ ગ્રેટર બર્મિંગહામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ. બિઝનેસ સમુદાયોમાં વૈવિધ્યતા અને સમાવેશિતાની સેવા (વેસ્ટ મિડલેન્ડ્સ) • પ્રોફેસર કાલવંત ભોપાલઃ રેસ ઈક્વલિટી ચેમ્પિયન. શિક્ષણક્ષેત્રે સમાનતાની સેવા (વેસ્ટ સસેક્સ) • રઝિયા બટઃ ઈન્ડિપેન્ડન્ટ એજ્યુકેશન એડવાઈઝર, બર્મિંગહામ સિટી કાઉન્સિલ. શિક્ષણક્ષેત્રની સેવા (વેસ્ટ મિડલેન્ડ્સ) • અઝીઝા ચૌધરીઃ ક્વોલિટી મેનેજર, એડલ્ટ એજ્યુકેશન વુલ્વરહેમ્પ્ટન. શિક્ષણક્ષેત્રની સેવા (વેસ્ટ મિડલેન્ડ્સ) • મનજિત ડર્બીઃ ડાયરેક્ટર ઓફ નર્સિંગ લીડરશિપ એન્ડ ક્વોલિટી, મિડલેન્ડ્સ, NHS ઈંગ્લેન્ડ અને NHS ઈમ્પ્રુવમેન્ટ. નર્સિંગ અને પેશન્ટ સંભાળના ક્ષેત્રની સેવા (લેસ્ટરશાયર) • મકસુદ અહમદ ગંગટઃ અલ રિસાલાહ એજ્યુકેશન ટ્રસ્ટના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન. સાઉથ લંડનમાં મુસ્લિમ કોમ્યુનિટી અને ઈન્ટરફેઈથ ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન, SW16) • સોનિઆ ઘારિયાલઃ પોલિસી લીડ, ઓફિસ ઓફ સિક્યુરિટી એન્ડ કાઉન્ટર ટેરરિઝમ, હોમ ઓફિસ. નેશનલ સિક્યુરિટીની સેવા (ગ્રેટર લંડન, SW11) • જ્હોન પોલ હાજડુઃ હોલોકાસ્ટ સર્વાઈવર. હોલોકાસ્ટ એજ્યુકેશન અને કોમેમોરેશનની સેવા (ગ્રેટર લંડન, N2) • હાટિસ હાસનઃ સ્ટોપકોક્સના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. હીટિંગ અને પ્લમ્બિંગ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની સેવા. (વેસ્ટ યોર્કશાયર) • પરવીન હાસનઃ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસમાં ઈન્ક્લુશન એન્ડ કોમ્યુનિટી એંગેજમેન્ટ મેનેજર. કોમ્યુનિટી એંગેજમેન્ટ, ઈન્ક્લુશન અને ઈક્વલિટી ક્ષેત્રની સેવા (વેસ્ટ મિડલેન્ડ્સ) • નાદિયા હુસૈનઃ બ્રોડકાસ્ટિંગ અને રસોઈકળા ક્ષેત્રની સેવા (બકિંગહામશાયર) • આરિફ હુસૈનઃ યુકે અને વિદેશમાં મુસ્લિમ કોમ્યુનિટીની સેવા (બકિંગહામશાયર) • નદીમ હાસન જાવિદઃ સામાજિક સંવાદિતા અને યુવાવર્ગની સેવા (ગ્રેટર લંડન, E17) • માઈકલ કુલદીપ જોહલઃ જોહલ, મુનશી એન્ડ કંપની લિમિટેડના ડાયરેક્ટર. અર્થતંત્ર અને સામાજિક સંવાદિતા ક્ષેત્રની સેવા (નોટિંગહામશાયર) • ડો. સુદર્શન કપૂરઃ ઈસ્ટ લંડનમાં ઈન્ટરફેઈથ અન્ડરસ્ટેન્ડિંગ અને કોમ્યુનિટીની સેવા (ગ્રેટર લંડન, E18) • શબનમ હારિફ-ખાનઃ પબ્લિક લાઈબ્રેરીઝની સેવા (ગ્રેટર માન્ચેસ્ટર) • અબ્દૂલ હમિદ રોહોમોનઃ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ. પોલીસિંગ ક્ષેત્રની સેવા (વોર્સેસ્ટરશાયર) • સુસાન મોરીઆ ઝૂબ્રોટઃ બેડફોર્ડશાયરમાં કોમ્યુનિટીની સેવા (બેડફોર્ડશાયર) • શકુંતલા ગિટિન્સઃ ફોસ્ટર કેરર, લંડન બરો ઓફ ઈલિંગ. બાળકોની સેવા. • ડો. માહિબેન મારુથાપ્પુઃ Cera ના સહસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. હેલ્થ અને સોશિયલ કેર ટેકનોલોજી ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન, HA7) • ડો. નલિની જિતેન્દ્ર મોઢાઃ જનરલ પ્રેક્ટિશનર થિસલમૂર મેડિકલ સેન્ટર, પીટરબરા. NHSને સેવાઓ (કેમ્બ્રિજશાયર) • કાન્તિ નાગડાઃ યુકેમાં સખાવત (ચેરિટી) ક્ષેત્રની સેવા ( ગ્રેટર લંડન HA5) • યોગેશ પટેલઃ સાહિત્ય ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન SM4) • યુસુફ પટેલઃ રેડબ્રિજ બરો કાઉન્સિલમાં કોમ્યુનિટી એન્ગેજમેન્ટ કો-ઓર્ડિનેટર. લંડનના રેડબ્રિજ હરોમાં કોમ્યુનિટી અને ઈન્ટરફેઈથ સંબંધ સંવાદિતાની સેવા. ( ગ્રેટર લંડન E17) • ડો. તારા કાસિમ (તારા કાસિમ-શાહ): InS:PIREના ક્લિનિકલ કો-લીડર. પોસ્ટ ઈન્ટેન્સિવ કેર સિન્ડ્રોમ ધરાવતા લોકોની સેવા (ગ્લાસગો) • જસવીર કોર રાબાબાનઃ શીખ કોમ્યુનિટીની સેવા (ગ્રેટર લંડન, UB1) • મોહમ્મદ તારિક રફિકઃ ગ્રેટર માન્ચેસ્ટરમાં કોમ્યુનિટીની સેવા (ગ્રેટર માન્ચેસ્ટર) • બલજિન્દરસિંહ રાયઃ પાર્લામેન્ટની સેવા (ગ્રેટર લંડન, DA17) • સુખવિન્દર કોર સામરાઃ એલ્મહર્સ્ટ સ્કૂલના હેડટીચર અને એલ્મહર્સ્ટ TSAના ડાયરેક્ટર. શિક્ષણક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન, E17) • ડો. અદીલા અહેમદ શફીઃ ગ્લોસ્ટરશાયર યુનિવર્સિટીમાં એજ્યુકેશનમાં રીડર. બ્રિસ્ટોલમાં સામાજિક નાયાયક્ષેત્રની સેવા (બ્રિસ્ટોલ) • મંજુલિકા સિંહઃ યોગ, આરોગ્ય અને સામાજિક સંવાદિતા ક્ષેત્રની સેવા (ડન્બાર્ટનશાયર)

સિવિલ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર- BEM

• અલી આબ્દીઃ કાર્ડિફમાં BAME કોમ્યુનિટીની સ્વૈચ્છિક સેવા (સાઉથ ગ્લેમોર્ગન) • ધ્રૂવ મનસુખલાલ છત્રાલિયાઃ હિન્દુઈઝમ અને યુવા વર્ગના વિકાસની સેવા (ગ્રેટર લંડન N3) • કિશન રાજેશ દેવાણીઃ સામાજિક સંવાદિતા ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન HA4) • સોખપાલ દીનઃ હોલોકાસ્ટ એજ્યુકેશનની સેવા (હેમ્પશાયર) • નિકોલસ ચંદ્ર ગુપ્તાઃ વેસેક્સ એન્વિરોન્મેન્ટ એજન્સીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર. વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડમાં એન્વિરોન્મેન્ટ ક્ષેત્રની સેવા (સમરસેટ) • યાસ્મિન હારુનઃ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં BAME સ્ત્રી પ્રતિનિધિત્વ ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન IG1) • નાદિયા રહેમાન ખાનઃ ધ ડેલિકેટ માઈન્ડના સહસ્થાપક. લંડન અને બર્મિંગહામમાં માનસિક આરોગ્ય અને ઈન્ટિગ્રેશન ક્ષેત્રને સેવા (લેસ્ટરશાયર) • જ્યોર્જ માનઃ નોર્ધર્ન આયર્લેન્ડમાં સ્કાઉટિંગ મૂવમેન્ટ થકી યુવા લોકોની સેવા (બેલફાસ્ટ) • શાહદૈશ કોર પાલઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં ઘરેલુ શોષણના પીડિતોની સેવા અને કોમ્યુનિટીને સ્વૈચ્છિક સેવા (વેસ્ટ મિડલેન્ડ્સ) • કનુભાઈ રાવજીભાઈ પટેલઃ સાઉથ વેસ્ટ લંડન અને સરેમાં કોમ્યુનિટીની સેવા (સરે) • રીટા પટેલઃ HM ટ્રેઝરીના કોરસપોન્ડન્સ ઓફિસર, જાહેર વહીવટી ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન BR3) • અફઝલ પ્રધાનઃ વોલન્ટીઅર ક્રિકેટર, ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ . ક્રિકેટ ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન, UB6) • કેથરીન લિન્ડસે સિંહઃ સ્કોટલેન્ડમાં એશિયન કોમ્યુનિટી અને આર્ટ્સ ક્ષેત્રની સેવા (ગ્લાસગો) • પરમજિત સિંહ સાન્ધુઃ ઈમિગ્રેશન ઓફિસર, હોમ ઓફિસ, કોમ્યુનિટી સંપર્કની સેવા (ગ્રેટર લંડન DA7) • હરપ્રીતસિંહ વીર્ડીઃ BAME કોમ્યુનિટી તેમજ વૈવિધ્યતા અને સમાવેશિતા ક્ષેત્રની સેવા (ગ્રેટર લંડન DA16) • ઈબ્રાહીમ યુસુફઃ ઓલ્ધામ, ગ્રેટર માન્ચેસ્ટરમાં કોમ્યુનિટીની સેવા (ગ્રેટર માન્ચેસ્ટર)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter