લંડનઃ બેઝબોલ વડે પત્નીની હત્યા કરનારા 79 વર્ષીય તરસેમસિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2 મે 2023ના રોજ તરસેમસિંહ રેમફોર્ડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે. તરસેમસિંહના આ દાવાના પગલે પોલીસ તાત્કાલિક તેમના એલ્મ પાર્કમાં કાવડ્રે વે ખાતે આવેલા મકાનમાં પહોંચી હતી જ્યાં તેને 77 વર્ષીય માયા લિવિંગ રૂમમાં મૃત અવસ્થામાં મળી હતી. માયાની નજીકથી લોહીથી ખરડાયેલું એક બેઝબોલ બેટ પણ મળી આવ્યું હતું. કેસની સુનાવણી બાદ 1 નવેમ્બરે સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટ દ્વારા તરસેમસિંહને આજીવન કેદની સજા કરાઇ હતી.