અગ્રણી એશિયન ટેક પાયોનીઅર્સનું સન્માન

Wednesday 14th July 2021 06:17 EDT
 
 

લંડનઃ ઈક્વલિટી ચેરિટી ડાયવર્સિટી યુકે દ્વારા સાતમા વાર્ષિક ટોપ ૧૦૦  એશિયન સ્ટાર્સ ઈન યુકે ટેક લિસ્ટની પ્રસિદ્ધિ સાથે યુકેના ૨૧ અગ્રણી એશિયન ટેક પાયોનીઅર્સનું સન્માન કરવામાં આવ્યું છે. એશિયન ટેક પાયોનીઅર્સ એવોર્ડથી સન્માનિતોમાં એજાઝ અહમદ BEM, અઝીમ અઝહર, ઈગ્ગી બાસ્સી, ચિંતન પટેલ, હિતેશ સાંગાણી, વિનોથ જયકુમાર, અમિત ગુડકા, સુમંત તાલુકદાર, રોન કલિફા OBE સહિતનો સમાવેશ થયો છે.

ડાયવર્સિટી યુકેના અધ્યક્ષ અને લિસ્ટ ક્યુરેટર લોપા પટેલ MBEએ જણાવ્યું હતું કે,‘આપણા બધા માટે આજે પણ પડકારરુપ બની રહેલા સમયમાં ગત વર્ષમાં આટલા બધા પાયોનીઅર્સ નવાં શિખરો સર કર્યાં છે તે નિહાળવું પ્રેરણાદાયી છે. ટોપ ૧૦૦  એશિયન સ્ટાર્સ ઈન યુકે ટેક લિસ્ટની સાતમી વર્ષગાંઠે નવા નોમિનીઝની સંખ્યા ૬૦ ટકા વધી છે. અમે જજીસ પેનલ દ્વારા પસંદગી કરાયેલા ૨૧ એશિયન ટેક પાયોનીઅર્સનું સન્માન કરીએ છીએ.

એશિયન ટેક પાયોનીઅર્સની સંખ્યા હવે ૭૧ વ્યક્તિની થઈ છે તથા ગ્રીનટેક અને હેલ્થટેક જેવા નવા ક્ષેત્રોનો પણ સમાવેશ થયો છે. એશિયન ટેક પાયોનીઅર્સમાં ૧૮.૩ ટકાના પ્રતિનિધિત્વ સાથે મહિલા એશિયન ટેક પાયોનીઅર્સમાં પ્રતિમા ઐયાગરી, જોઈતા દાસ, દીપાલી નાંગીઆનો સમાવેશ થયો છે. જજીસ પેનલમાં અલ્પેશ દોશી, ફૈઝલ ગાલારીઆ, પ્રિયા ગુહા MBE, હાનાડી જાબાડો, લોપા પટેલ MBE, નીતા પટેલ CBE અને આશિષ (એશ) પુરીનો સમાવેશ થયો હતો.

એશિયન ટેક પાયોનીઅર્સ- ૨૦૨૧

• એજાઝ અહમદ BEM, સ્થાપક- Freeserve • પ્રતિમા ઐયાગરી, વેન્ચર પાર્ટનર - Nauta Capital • રુહુલ અમીન, સહસ્થાપક- Onfido • અઝીમ અઝહર, સ્થાપક- Exponential View • ઈગ્ગી બાસ્સી, સ્થાપક અને સીઈઓ- Cervest AI • જોઈતા દાસ, અધ્યક્ષ – Gyana • ઈમરાન ઘોરી, પાર્ટનર- બ્લોસમ કેપિટલ • અમિત ગુડકા, સહસ્થાપક- Bulb Energy • વિનોથ જયકુમાર, પાર્ટનર- Draper Esprit • રોન કલિફા OBE, ચેરમેન- Network International • મુસ્તફા ખાનવાલા, સ્થાપક અને સીઈઓ - Mishi Pay • દીપાલી નાંગીઆ, વેન્ચર પાર્ટનર – SpeedInvest • ડેનિએલ એન્જિ, સીઈઓ- CyberOwl • જેફ્રી એન્જિ. ચીફ સાયન્ટિફિક ઓફિસર - Founders Factory • ચિંતન પટેલ, ચીફ ટેકનોલોજિસ્ટ અને એન્જિનીઅરીંગ ડાયરેક્ટર - Cisco UK & Ireland • સુમન સાહા, સહસ્થાપક અને મેડિકલ ડાયરેક્ટર- Doctify • હિતેશ સાંગાણી, ઈમર્જિંગ ઈનોવેશન્સના વડા- AstraZeneca • ભવનીત સિંહ, સ્થાપક અને સીઈઓ- Sandbox Partners • અર્ની શ્રીસ્કંદરાજાહ, મેનેજિંગ ડાયરેક્ટર- Round Hill Ventures • સુમંત તાલુકદાર, સહસ્થાપક- Wave Optics • અલિક વર્મા, સ્થાપક અને ચેરમેન- Osper


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter