ગાંધીજયંતીએ બાપુને સ્મરણાંજલિ

Wednesday 04th October 2023 13:06 EDT
 
 

ગાંધીજયંતી પર્વે સોમવાર - બીજી ઓક્ટોબરે ટેવીસ્ટોક સ્કવેર ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન સુધીર મુગંટીવાર, હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામી, કેમડનના ડેપ્યુટી મેયર, સાંસદો, લોર્ડ્સ અને ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીના સત્ય - અહિંસાના સિદ્ધાંતોને યાદ કરીને પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે એબીપીએલ ગ્રૂપના એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ, લોર્ડ રેમી રેન્જર, જાણીતા ગાયિકા માયા દીપક, એનફિલ્ડ સહેલી ગ્રૂપના સીઇઓ ક્રિષ્નાબહેન પૂજારા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાર્લામેન્ટ સ્કવેર ખાતે પણ લોર્ડ્સની ઉપસ્થિતિમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે સેન્ટ જેમ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter