LemFi - લેમફાઈ મની ટ્રાન્સફર પ્રમોશન ઓફરમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સમર્પિત લવાજમી ગ્રાહક અને વાચક ચેતન ધોકિયાનું નસીબ ચમકી ગયું છે અને તેઓ સોનાના સિક્કાના વિજેતા બન્યા છે. આપણા બંને સાપ્તાહિકોમાં મૂકાયેલી એક્સક્લુઝિવ પ્રમોશન ઓફરમાં ભાગ લઈને તેમણે ભારતમાં નાણા મોકલવાનું સરળ કાર્ય કર્યું હતું અને તેમના નસીબનો સિતારો ચમકી ગયો હતો. ગોલ્ડ કોઈન માટે રેફલમાં પ્રવેશ મેળવવા આપણા વાચકો માટે લેમફાઈ દ્વારા રજૂ કરાયેલા સ્પેશિયલ કોડ થકી ચેતન ધોકિયા સોનાનો સિક્કો મેળવવામાં ભાગ્યશાળી રહ્યા હતા. સોનાનો સિક્કો ચેતનભાઈના રિલેટીવ સ્નેહલ બ્રહ્મભટ્ટને સુપરત કરાયો હતો.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ તેમના વાચક ચેતનભાઈને ઉષ્માપૂર્ણ અભિનંદન પાઠવે છે તેમજ આ સુવર્ણ તક સર્જવા બદલ લેમફાઈ મની ટ્રાન્સફર પ્રતિ આભારની લાગણી પ્રદર્શિત કરે છે. આ પાર્ટનરશિપ અમારા વફાદાર સબસ્ક્રાઈબર્સ માટે ઈનામી શક્યતાઓને હાઈલાઈટ કરે છે તેમજ આપણી કોમ્યુનિટીને આનંદપૂર્ણ ક્ષણોથી સમૃદ્ધ બનાવે છે.