ગુજરાત સમાચાર - Asian Voiceને પ.પૂ. મહંત સ્વામીના આશીર્વચન

Wednesday 24th May 2023 05:18 EDT
 
 

લંડનઃ પ.પૂ. મહંત સ્વામી મહારાજનું સાંનિધ્ય અને પ્રમુખ વરણી દિનની ઉજવણીનો સુભગ સમન્વય ગુજરાત સમાચાર - Asian Voice માટે પણ અનેરા આનંદનો અવસર લઇને આવ્યો હતો. હાલ બ્રિટનમાં વિચરણ કરી રહેલા પ.પૂ. મહંત સ્વામી મહારાજે મંગળવારે નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે ગ્રૂપ એડિટર શ્રી મહેશ લિલોરિયાને એક ખાસ મુલાકાતમાં લોકલાડીલા ગુજરાત સમાચાર - Asian Voiceને જ્વલંત સફળતા માટે આશીર્વચન આપ્યા હતા.
પ.પૂ. મહંત સ્વામી મહારાજે સમાચાર સાપ્તાહિકની 50 વર્ષની પ્રકાશન યાત્રા અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો અને ગુજરાત સમાચાર - Asian Voice વર્ષોવર્ષ લોકસેવા કરતા રહે અને સિદ્ધિ સફળતાના નીતનવા શીખરો સર કરતા રહે તેવી શ્રીજી મહારાજને પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હતું કે પબ્લિશર તથા એડિટર-ઇન-ચીફ શ્રી સી.બી. પટેલના નેતૃત્વમાં ગુજરાત સમાચાર - Asian Voiceનો સેવાયજ્ઞ - જ્ઞાનયજ્ઞ અવિરત ચાલતો રહેવો જોઇએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter