જાણીતા હાસ્ય કલાકાર ભાનુભાઇ પંડ્યાનું નિધન

Wednesday 17th January 2024 05:44 EST
 
 

લંડનઃ ગુજરાતી સમુદાયમાં ‘સર્વમિત્ર’ની ઓળખ ધરાવતા હાસ્ય કલાકાર ભાનુપ્રસાદ પંડ્યાનું તા. 13 જાન્યુઆરીના રોજ નિધન થયું છે. મિત્રો-સ્વજનોમાં ભાનુભાઇના નામે જાણીતા ભાનુભાઇ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમને સામાજિક, સાહિત્યિક અને કલા પ્રવૃત્તિઓમાં વિશેષ રસરૂચિ હતી. ભાનુભાઇ ‘ગુજરાત સમાચાર’ અને પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ પરિવાર સાથે ગાઢ નાતો ધરાવતા હતા. સ્વ. ભાનુભાઇની સ્મૃતિમાં 23 જાન્યુઆરીએ (સાંજે 7.00થી 9.30) પ્રાર્થના સભા અને ભજન કડવા પાટીદાર સેન્ટર (કેન્મોર એવન્યુ, હેરો, મિડલસેક્સ - HA3 8LU) ખાતે યોજાયા છે. જ્યારે તેમની અંતિમક્રિયા તા. 27 જાન્યુઆરીના રોજ સવારે 11.15 વાગ્યે મિલ્ટન ચેપલ ચીલ્ટર્ન્સ ક્રિમેટોરિયમ (વ્હીલડેન લેન, એમરશામ, બક્સ - HP7 0ND) ખાતે યોજાઇ છે. વધુ વિગત માટે સંપર્કઃ ધનરાજ પંડ્યા (+44 7826 912 266) / શીતલ પંડ્યા (+44 7721 550 205)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter