બાળકો ઈતિહાસ અને પ્રકૃતિ વિશે શીખે તે શા માટે મહત્ત્વપૂર્ણ છે.આ બે કારણોસર મહત્ત્વનું છે. પ્રથમ તો એ કે આપણે જાણી શકીએ કે ઈતિહાસ સાથે આપણું કનેક્શન છે તથા સુંદરતા અને પ્રકૃતિ આપણા જીવનને બહેતર બનાવે છે. તે નવા પરિપ્રેક્ષ્યો પૂરાં પાડે છે, આપણે અનુસરણ કરવા ઈચ્છીએ તેવા બોધપાઠમાં સહભાગી બનાવે છે અને આપણે જે લેન્ડસ્કેપમાં વસીએ છીએ તેના સંદર્ભ સમજવામાં આપણને મદદ કરે છે. બીજું કારણ એ છે કે આપણી પાછળ જે પેઢી આવશે તેના માટે પ્રકૃતિ, સુંદરતા અને ઈતિહાસને છોડી જવાની આપણી ફરજ છે અને તેમના વિશે જાણવું કે શીખવું તે આમ કરી શકાય તે માટેનું પ્રથમ કદમ છે.
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિન – 28 જુલાઈ 2024
આપણે વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ઊજવી રહ્યા છીએ ત્યારે આપણા પ્રાકૃતિક પર્યાવરણની જાળવણી અને સુરક્ષાના મહત્ત્વ વિશે વિચારવું તેનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે પૃથ્વીની સુરક્ષા અને પોષણ કરવાની આપણી સામૂહિક જવાબદારી હોવા વિશે સમગ્ર વિશ્વને યાદ અપાવવાનું કાર્ય કરે છે.
જોકે, પ્રકૃતિ સંરક્ષણ માત્ર અમારા જેવી સંસ્થાઓ માટેનું કાર્ય નથી, આ એક સામૂહિક જવાબદારી છે જે સીમાડાઓ અને વિચારધારાઓને વળોટી જાય છે. આપણામાંથી દરેકે કોઈ ભૂમિકા ભજવવાની છે જે આપણા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા મારફત હોઈ શકે, નીતિ પરિવર્તનો માટે હિમાયત કરવા અથવા સ્થાનિક કન્ઝર્વેશન પ્રયાસોને સપોર્ટ આપવાથી પણ થઈ શકે છે. સાથે મળીને આપણા પાસે અર્થસભર પ્રગતિને ગતિશીલ બનાવવા અને પૃથ્વી પર જીવનને જાળવતા પ્રાકૃતિક સંસાધનોનું રક્ષણ કરવાની શક્તિ છે.
આ વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે નિમિત્તે આપણે ફરીથી પ્રયાવરણના જતનના ઉદ્દેશ્ય સાથે આપણી જાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ. આપણે આપણી પૃથ્વીના ઉત્તુંગ પર્વતોથી માંડી વિશાળ મહાસાગરો સુધી લેન્ડસ્કેપ્સના સૌંદર્ય અને વૈવિધ્યની ઊજવણી કરીએ. આપણને બધાને જાળવે છે તે અરસપરસ સંકળાયેલી જીવનજાળનું આપણે સન્માન કરીએ.
આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે માર્ગારેટ મીડના શબ્દો અવશ્ય યાદ કરીએઃ ‘વિચારપૂર્ણ અને પ્રતિબદ્ધ નાગરિકોનું નાનું જૂથ વિશ્વને બદલી શકે છે તેમાં કદી શંકા રાખશો નહિ; ખરેખર, આ જ એક માત્ર બાબત છે જે હંમેશાં રહે છે.’ આપણે સાથે મળીને પરિવર્તનકાર બનીએ, આપણા ગ્રહના ભાવિના સંરક્ષક વાલી બનીએ.’
ક્લેઈન કારુમાં બફેલ્સડ્રિફ્ટ ગેમ લોજ ખાતે સંરક્ષણ કાર્યનું અમારું સપ્તાહ
મારી અનેક ઈચ્છાઓમાં એક મારા નિવૃત્તિકાળમાં પ્રકૃતિના જતનનું થોડું કામ કરવાની હતી અને સાઉથ આફ્રિકા- ધ રેઈનબો નેશનમાં આમ કરવાની અદ્ભૂત તક સાંપડી હતી. હું અને નીલેશ્વરી 24 જૂનના દિવસે જોબર્ગથી જ્યોર્જ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં તાનિકા અને જુઆન અમને એરપોર્ટથી ગેમ લોજ લઈ ગયા.
પાંચ પથારી, ટોઈલેટ અને સાવર સાથેનો તંબુ અમારું રહેઠાણ હતું, પાયાની સુવિધાઓ સાથે સામુદાયિક કિચન હતું. સાઉથ આફ્રિકામાં શિયાળાની રાત્રિઓની ઠંડી કાતિલ હોય છે. અમને હુંફ મળી રહે તે માટે ઈલેક્ટિક બ્લેન્કેટ્સ પણ અપાયા હતા.
સપ્તાહ દરમિયાન તાનિકાએ અમે વિવિધ ગેમ ડ્રાઈવ્સ માણી શકીએ તેની વ્યવસ્થા કરી હતી અને વિવિધ ગાઈડ્સ મારફત અમને પ્રાણીઓ વિશે ઘણું શીખવા મળ્યું હતું. આ ઉપરાંત, અમે હાથી અને સિંહો માટે ખોરાક તૈયાર કર્યો હતો તેમજ પ્રકૃતિ વિશે શીખવા અને હાથીઓના રહેઠાણને સાફ કરવા, ખોરાક તૈયાર કરવા અને સ્પેકબૂમ પ્લાન્ટને રોપવા સહિતના વિવિધ કામ વિશે જાણવા આવેલા બાળકોનાં જૂથ સામે પણ અમે વાતચીત કરી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન તમામ કર્મચારીગણે અમારી સારી સરભરા કરી હતી અને આ અનુભવ સ્વપ્નસમાન બની રહ્યો હતો.
માદા ચિત્તા અને તેના 3 બચ્ચાંને નિહાળવા તે અમારો વિશિષ્ટ અનુભવ બની રહ્યો હતો. અમે પગપાળા હતા અને તેમને નજીકથી નિહાળ્યા હતા. એક બચ્ચાએ અમારી તરફ ધસી જવાનો નિર્ણય લીધો ત્યારે ગાઈડની મદદથી અમે સલામતીપૂર્વક અમારા વાહન સુધી પહોંચી ગયા હતા.
બફેલ્સડ્રિફ્ટ ખાતે જાળવણીનું જે કાર્ય કરાયું છે તે કાબિલેતારીફ છે અને 10 દિવસ સુધી કુદરતના સાંન્નિધ્યમાં વસવું ખરેખર અનુપમ લહાવો બની રહ્યો.
ક્રુગર નેશનલ પાર્ક
આ પહેલા અમે ત્રણ દિવસ ક્રુગર નેશનલ પાર્કમાં વીતાવ્યા હતા અને વિવિધ પ્રકારના પ્રાણી અને પક્ષીજીવનને નિહાળી અમે આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા. પ્રકૃતિપ્રેમીઓ માટે તો આ સ્થળ ફરજિયાત જોવાલાયક સ્થળ રહેવું જોઈએ. અમે અમારા યજમાન પ્રથમેશ દેસાઈનો હાર્દિક આભાર માનવા ઈચ્છીએ છીએ જેમણે આ સુંદર પ્રવાસનું આયોજન કર્યું હતું અને પ્રાકૃતિક સંરક્ષણ સપ્તાહ માટેની અમારી ભૂખને સંતોષી હતી.
સાઉથ આફ્રિકા
આ દેશ વિશ્વમાં અપ્રતિમ કુદરતી સૌંદર્ય અને ઉષ્માસભર લોકોથી છવાયેલો છે. તે આપણા ખર્ચેલા નાણા સામે અદ્ભૂત મૂલ્ય ઓફર કરે છે અને આ દેશમાં જે કુદરતી સૌંદર્ય છે તેને સારી રીતે માણવા માટે ઓછામાં ઓછાં છ પ્રવાસ કરવા જોઈએ. અમારો પ્રવાસ 2022માં ગાર્ડન રુટનો હતો જે તમામ પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે. ગાર્ડન રુટ પરના પ્રાકૃતિક સૌંદર્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિહાળીને હું સંપૂર્ણપણે અભિભૂત થઈ ગયો હતો.