પ્રવાસી ભારતીય સમ્માનથી ભારે ગૌરવ અને વિનમ્રતાની લાગણીઃ સી.બી. પટેલ

‘એવોર્ડ વાચકગણ, ABPL ટીમ અને મારા પરિવારના સતત સપોર્ટને સમર્પિત’

Wednesday 11th January 2023 04:25 EST
 
 

‘હું પ્રવાસી ભારતીય સમ્માન એનાયત કરાયાથી ભારે ગૌરવ અને વિનમ્રતાની લાગણી અનુભવું છું. ગુજરાત સમાચાર - Asian Voice સમાચાર સાપ્તાહિકો ગત
50 વર્ષ દરમિયાન ‘જીવંત સેતુ’ની કથાઓ સાથે યુકેમાં સમાજની સેવા કરી રહ્યા છે અને સાથોસાથ સક્રિય તથા સહભાગી સેવા પણ આપી રહ્યા છે. આ એવોર્ડ અમારા વાચકગણ, ABPL ટીમ અને મારા પરિવારના સતત સપોર્ટને સમર્પિત છે. પ્રવાસી ભારતીય દિવસ વિશાળ, સતત વિસ્તરી રહેલા અને પ્રભાવશાળી તેમજ ભારત અને અન્ય દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહેલા ભારતીય ડાયસ્પોરા સાથે સંપર્ક જાળવી રાખવાની વિશિષ્ટ પહેલ અને ઉત્કૃષ્ટ પ્રયાસ છે.’ - સી.બી. પટેલ, પ્રકાશક/એડિટર-ઈન-ચીફ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter