યુકેમાં લઘુતમ વેતનથી પણ ઓછું મહેનતાણું મેળવતા વર્કર્સ

Wednesday 01st May 2019 03:29 EDT
 
 

લંડનઃ યુકેમાં અંદાજે ૪૩૯,૦૦૦ કામદારને પ્રતિ કલાક મિનિમમ વેજથી પણ ઓછું મહેનતાણું ચુકવાતું હોવાનો ઘટસ્ફોટ લો પે કમિશનના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ અસર થાય છે. રિપોર્ટ કહે છે કે ૨૫ અથવા વધુ વયના લોકોને નેશનલ લિવિંગ વેજ મળવું જોઈએ તેવાં ૩૬૯,૦૦૦ લોકો પણ આમાં સામેલ છે.

સ્વતંત્ર સંસ્થા લો પે કમિશને સ્ટાફને ઓછું વેતન ચુકવતા એમ્પ્લોયર્સનું નામ ફરીથી જાહેર કરવાનો અનુરોધ કર્યો છે. નેશનલ લિવિંગ વેજ વર્ષ ૨૦૧૬માં દાખલ કરાતા લઘુતમ દરે મહેનતાણું મેળવનારા કામદારોની સંખ્યા વધી હતી. ૧૩૫,૦૦૦ લોકોને પ્રતિ કલાક ૭.૨૦ પાઉન્ડના પ્રારંભિક દરથી ઓછી ચુકવણી થતી હતી. હાલ નેશનલ લિવિંગ વેજ પ્રતિ કલાક ૮.૨૧ પાઉન્ડ છે. ૨૧-૨૪ વયજૂથના યુવાનો માટે લઘુતમ વેતન પ્રતિ કલાક ૭.૭૦ પાઉન્ડ, ૧૮-૨૦ વયજૂથ માટે ૬.૧૫ પાઉન્ડ અને ૧૬-૧૭ વયજૂથ માટે ૪.૩૫ પાઉન્ડ છે.

હોસ્પિટાલિટી, રીટેઈલ, ક્લિનિંગ અને મેન્ટેનન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ લોકોને લઘુતમથી ઓછું વેતન ચૂકવાય છે. ચાઈલ્ડકેર પ્રોફેશનમાં આ પ્રમાણ સૌથી વધુ છે. સરકારે અગાઉ, ઓછું વેતન ચુકવનારામાં વાગામામા, મેરિઓટ હોટેલ્સ, ટીજીઆઈ ફ્રાઈડેઝ, સ્ટોક સિટી ફૂટબોલ ક્લબ અને શૂ ઝોન સહિતના નોકરીદાતાઓના નામ જાહેર કર્યાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter