વિમાનમાં યુવતીને છેડનારા ભારતીયને ૧૨ મહિનાની જેલ

Wednesday 15th May 2019 03:32 EDT
 
 

લંડનઃઆ વર્ષની શરૂઆતમાં મુંબઈથી માન્ચેસ્ટર જઈ રહેલા વિમાનમાં એક યુવતીની વારંવાર છેડતી કરનારા ૩૬ વર્ષીય ભારતીય હરદીપ સિંહને મિનશુટ સ્ટ્રીટ ક્રાઉન્ટ કોર્ટે ૧૨ મહિનાની સજા ફરમાવી હતી. પ્રવાસી વિઝા પર હરદીપ સિંહની સજા પૂરી થયા પછી ભારત ધકેલી દેવાશે.

ફ્લાઈટમાંથી મળેલી માહિતી અનુસાર છ મહિના માટે બ્રિટનના પ્રવાસે જઈ રહેલા સિંહની વર્તણુંક ખૂબ જ નિંદનીય હતી. તે યુવતીની બેઠક પર વારંવાર પીન મારતો હતો. ચેક ઈન પછી યુવતી એકલી જ રહી ગઈ હતી ત્યારથી જ સિંહે તેની અંગત જગ્યામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તેમજ શરીરને અણછાજતો સ્પર્શ કરતો હતો. યુવતીએ વારંવાર સિંહને વાત ન કરવા કહ્યું હોવાનું માન્ચેસ્ટર પોલીસના વડાએ કહ્યું હતું.

યુવતી અને અન્ય પેસેન્જરો ઊંઘી જાય તેની રાહ જોતાં સિંહે યુવતીને અડપલાં શરૂ કરી દીધા હતા. જ્યારે યુવતીએ તેનો પ્રતિકાર કર્યો ત્યારે તેને બોલતી બંધ કરી દીધી હતી. અંતે યુવતીએ હિંમત કરીને એરલાઈન સ્ટાફને ફરિયાદ કરી હતી. કોર્ટમાં ૨૩ ફેબ્રુઆરીએ સુનાવણી શરૂ થઈ હતી. મુંબઈમાં જ એણે મહિલા સાથે વાતચીત કરવાની શરૂઆત કરી હતી. યુવતીએ નમ્ર બનવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એને સહજ લાગતું ન હતું


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter