લંડનઃ VHPના ઈલ્ફોર્ડ મંદિરના પૂર્વ પૂજારી અવધેશ તેવારીએ વિશ્વ હિન્દુ પરિષદ યુકેના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કરેલા બદનક્ષી-ડેફેમેશન કેસને હાઈ કોર્ટે ફગાવી દઈ VHP (UK)ને કાનૂની ખર્ચના 41,972.28 પાઉન્ડ ચૂકવી આપવા પૂર્વ પૂજારી અવધેશ તેવારીને આદેશ કર્યો હતો. આ ઉપરાંત, કોર્ટ ઓફ અપીલે આ ચુકાદા સામે અપીલ કરવાની માગણી પણ નકારી કાઢી હતી. અગાઉ, નવેમ્બર 2021માં અવધેશ તેવારીએ VHP (UK)ના ટ્રસ્ટીઓ વિરુદ્ધ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (ET)માં કેસ મૂકવા ઉપરાંત, મંદિરના ટ્રસ્ટીઓ, પોતાના ભાઈ અવિનાશ તેવારી સહિત 24 વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષી, કોન્ટ્રાક્ટના ભંગ, ખાનગી માહિતીના દુરુપયોગ અને ડેટા પ્રોટેક્શન મુદ્દે હાઈ કોર્ટમાં પણ કાનૂની દાવો કર્યો હતો.
હાઈ કોર્ટમાં 2022ની 30 જૂને સુનાવણી પછી માનનીય જસ્ટિસ કોલિન રાઈસે પૂર્વ પૂજારી તેવારીનો દાવો સંપૂર્ણપણે ફગાવી દેતાં નોંધ્યું હતું કે,
અ. ‘ન્યૂઝલેટરનો સમગ્ર મુદ્દો કોમ્યુનિટીમાં મુક્ત અને નિખાલસ કોમ્યુનિકેશનનો હોય છે, તેમાં સંબંધિત સમાચાર અને માહિતી અપાય છે અને કોમ્યુનિટીને સમાન બાબતો વિશે અપ ટુ ડેટ રાખવાની હોય છે. આથી, તેવારીને તેમના સ્થાનેથી દૂર કરાયા વિશે માહિતી અને ખુલાસાની યોગ્ય ચેનલ હતી. કર્મચારી અને આધ્યાત્મિક અગ્રણીને શાથી દૂર કરાયા તેનો ખુલાસો કરવો ચેરિટી માટે આવશ્યક હતો અને આ તેમનો અધિકાર અને ફરજ હતાં તેમજ વાચકોને તે મળે તેવો અધિકાર પણ હતો. શું થઈ રહ્યું છે તે જાણવાનો સબસ્ક્રાઈબર્સને હક હતો. પબ્લિકેશન જરા પણ અહેતુક ન હતું.’;
બ. ‘ન્યૂઝલેટર બાબતે હું સંમત થાઉં છું કે તે જરા વધુ વ્યક્તિગત હતું અને આવશ્યકતા કરતાં વધુ ઉગ્ર હતું પરંતુ, તે અપ્રામાણિકતાનું સૂચન કરતું હોવાં વિશે હું સંમત નથી.’;
ક. ‘તેવારીની બરતરફી માટે અપાયેલાં કારણોને પ્રસ્થાપિત કરતી હકીકતો તેની સાથે સંકળાયેલા તમામ દ્વારા ET સમક્ષ રજૂ કરાયા હતા તે વિસ્તૃત, વિશ્વસનીય અને દસ્તાવેજો સાથે સમર્થિત હતાં. તેમાં દ્વેષભાવ સંબંધે સરખાવી શકાય તેવું કશું નથી.’;
ડ. ‘તેમણે અપનાવેલો બેવડો માર્ગ વાસ્તવમાં એમ્પ્લોયમેન્ટ વિવાદ માટે ન્યાયની માગણીને અપ્રમાણસર હતો; અને
ઈ. ‘હું આ તમામ સંજોગોમાં મિ. તેવારીનો ડેફેમેશન ક્લેઈમ કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ માનું છું, આ જ હકીકતદર્શી ઈતિહાસના આધારે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ સમાંતરે રજૂ કરાયેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખતા જે માત્ર ET પાસેથી કાનૂની અને વાસ્તવિકપણે મેળવી શકાય તેમ હતું તે સંદર્ભે બચાવપક્ષ અને કોર્ટના રીસોર્સીસ પર બોજો દર્શાવે છે.’ આ ચુકાદાની સાથે જ હાઈ કોર્ટ કાર્યવાહીનો ખર્ચ 41,972.28 પાઉન્ડ VHP UKને ચૂકવી આપવા મિ. તેવારીને આદેશ કરાયો હતો.
VHPના ઈલ્ફોર્ડ મંદિરના પૂર્વ પૂજારી અવધેશ તેવારીએ બે વર્ષના ગાળામાં VHP અને અન્ય સભ્યો વિરુદ્ધ વિવિધ દાવાઓ કર્યા હતા. કોવિડ-19ની પશ્ચાદવર્તી અસરો સાથે સંઘર્ષ કરી રહેલા VHP માટે આ બે વર્ષ સંવેદના અને નાણાકીય દૃષ્ટિએ ભારે મુશ્કેલ રહ્યા હતા. હવે હાઈ કોર્ટ અને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલની કાર્યવાહી પૂર્ણ થઈ છે.
પૂર્વ પૂજારી તેવારીએ માર્ચ 2021માં VHPના ટ્રસ્ટીઓ વિરુદ્ધ અન્યાયી બરતરફી, ગેરવાજબી બરતરફી, અને કોન્ટ્રાક્ટના ભંગ, વેતનની ગેરકાયદે કપાત, વૈધાનિક ફરજનો ભંગ અને ડેટા પ્રોટેક્શન એક્ટ 2018ના ભંગ બદલ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં દાવો માંડ્યો હતો. લોકડાઉન્સના ગાળામાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ કોવિડ-19 સંબંધિતવિવિધ આરોગ્ય અને સલામતી પગલાં લેવાયાં હતાં તેનો ભંગ કરવા બદલ મિ. તેવારીને નોકરીમાંથી દૂર કરાયા હતા.2021થી ટ્રિબ્યુનલની કાર્યવાહી ચાલી રહી હતી અને દ્વારા ક્લેઈમ્સનો બચાવ કરાયો હતો. VHPના ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે વોલન્ટીઅર્સ છે અને VHPના ટ્રસ્ટીઓ પાસે કોઈ સત્તાવાર કાનૂની વિભાગ પણ નથી.
ટ્રિબ્યુનલની કાર્યવાહીમાં 8,9,10,14 અને 15 ફેબ્રુઆરી 2023માં આખરી સુનાવણી પૂર્ણ થઈ હતી. એમ્પ્લોયમેન્ટ ચુકાદામાં ઠરાવાયું હતું કેઃ
અ. કોવિડ-19 કટોકટીના ગાળામાં ડો. પ્રતિભા દત્તાના મેડિકલ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લેતાં તેમને આરોગ્ય નિષ્ણાત ગણવામાં VHP દ્વારા તર્કબદ્ધ કાર્ય કરાયું છે;
બ. એ સ્પષ્ટ થયુ છે કે મિ. તેવારીએ કોવિડ-19 સલામતી પગલાં સંદર્ભે નિર્ણયો તેમજ નિર્ણાયકોની સત્તા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા;
ક. મિ. તેવારી કોવિડ-19ના સલામતી પગલાં દરમિયાન શું સારું અને શું સારું ન ગણાય તે વિશે તીવ્ર અભિપ્રાયો ધરાવતા હતા અને તેમના ઈ-મેઈલનો સ્વર પણ ગેરવાજબીપણે દલીલકારી હતો;
ડ. આ સમયગાળા દરમિયાન મિ. તેવારીની વર્તણૂક તેમની બરતરફી માટે દોષિત અથવા કસૂરવાર ઠરાવી શકાય તેવી હતી અને તેમને અપાનારો કોઈ પણ એવોર્ડ તેમની આ વર્તણૂક માટે 40 ટકા ઘટાડી દેવાશે; અને
ઈ. બંને પક્ષો વચ્ચે સંબંધો એટલા ખરાબ થઈ ગયા છે કે તેઓ સાથે મળીને કામ કરી શકશે તેમ માનવું તદ્દન અવાસ્તવિક છે.
આમ, એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (ET) કાર્યવાહીમાં ફરીથી નોકરી પ્રાપ્ત કરવાનો મિ. તેવારીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.