વોશિંગ્ટનઃ અમેરિકામાં તોફાની તત્વોએ ફરી એક વાર હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયાના રાજ્યના ગ્રીનવૂડ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાઈનબોર્ડને અજાણ્યા લોકોએ નુકસાન પહોંચાડયું હોવાના અહેવાલ છે. આ ઘટના 12 ઓગસ્ટે સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વીતેલા એક જ વર્ષમાં કોઇ એક હિન્દુ મંદિરમાં આ પ્રકારની આ ચોથી ઘટના છે. અગાઉ, માર્ચમાં પણ કેલિફોર્નિયામાં સ્થિત બીએપીએસ મંદિરમાં તોડફોડનો મામલો સામે આવ્યો હતો.
ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ ઘટનાને નિંદનીય ગણાવી છે અને સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ, સ્થાનિક લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. અમેરિકામાં હિન્દુ મંદિરોને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ 9 માર્ચ 2025ના રોજ કેલિફોર્નિયાના એક હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું, જેની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી.
આવી જ રીતે તેના થોડાં દિવસ પહેલા કથિત ખાલિસ્તાની અલગતાવાદીઓએ લોસ એન્જલસમાં બીએપીએસ મંદિરને નુકસાન પહોંચાડયું હતું.