આઈલ્સબરી હિંદુ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું આયોજન

Tuesday 12th October 2021 15:19 EDT
 
 

આઈલ્સબરી હિંદુ ટેમ્પલ ટ્રસ્ટ (AHTT) દ્વારા ૯ ઓક્ટોબરને શનિવારે યોજાયેલ નવરાત્રિ ૨૦૨૧માં લગભગ ૩૫૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. AHTT દ્વારા આ ચોથા વર્ષે નવરાત્રિનું આયોજન કરાયું હતું. તેમાં સ્તુતિ અને આરતી પછી રાસગરબા યોજાયા હતા. આઈલ્સબરીના સમાજે ગુજરાતી અને હિંદી સંગીત સાથે ટ્રેડિશનલ ગરબા અને દાંડિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રંગબેરંગી ટ્રેડિશનલ ચણિયાચોળી અને સાડીમાં સજ્જ યુવતીઓ અને મહિલાઓ ગરબામાં જોડાઈ હતી. આ ટ્રેડિશનલ ગરબા નૃત્યનું આયોજન સામાન્ય રીતે નવરાત્રિની નવ રાતો દરમિયાન થાય છે. તે પછી દશેરાનું પર્વ ઉજવાય છે. તે શારદીય નવરાત્રિ તરીકે પણ જાણીતી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter