કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામીનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતીની ઉજવણી

Wednesday 28th April 2021 05:38 EDT
 
 

શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શ્રી સ્વામીનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતીની ઉજવણી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ ભગવાનને હિંડોળામાં બેસાડીને ઝુલાવવામાં આવ્યા હતા અને કીર્તન - ઓચ્છવ કરવામાં આવ્યો હતો.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની ઉપાધિમાંથી ભગવાન સૌની રક્ષા કરે તે માટે દેશવિદેશના ભકતો દ્વારા સ્વામીનારાયણ મહામંત્રની ૫૨૫ કલાકની ધૂન કરીને પ્રાર્થના કરવામાં આવી હતી અને અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીવર્ચન પાઠવ્યા હતા.
હાલની કોરાનાની વિષમ પરિસ્થિતિના કારણે સમગ્ર મહોત્સવ હરિભક્તોની ગેરહાજરીમાં ઓનલાઈન ઉજવાયો હતો. આ ઉત્સવનો લાભ દેશ અને વિદેશમાં સૌને પ્રાપ્ત થાય તે માટે સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter