કોરોનામાં સતત વહેતાં માનવતાના ઝરણાં..

- જ્યોત્સના શાહ Wednesday 13th May 2020 06:55 EDT
 
સ્વયંસેવકો સાથે NHS સ્ટાફ અને કેરવર્કર્સ
 

શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ફોરેસ્ટગેટ, ન્યુહામ તરફથી શ્રી કિશોરભાઇ વરસાણી સ્વયં-સેવકો સાથે ઇસ્ટ લંડનની ન્યુહામ હોસ્પીટલમાં કાઉન્સિલર પુષ્પાબેન મેકના સહયોગથી ગુરુવાર તા. ૭ મે ૨૦૨૦ના રોજ NHS સ્ટાફ અને કેર વર્કર્સ માટે એમનો આભાર માનવા ભારતીય નાસ્તાના પેકેટો અને જાતજાતના ફળોની બેગ્સનું વિતરણ કરવા ગયા હતા. એ ઉપરાંત રાતના ૮ વાગ્યે સમાજ માટે સમર્પિત સેવાભાવીઓના અનુદાનની કદર કરતાં મંદિરના બેન્ડે સુમધુર સંગીત રેલાવ્યું અને તાળીઓથી અભિવાદન કર્યું ત્યારે NHS સ્ટાફ અને કેર વર્કર્સ પણ નાચ-ગાનમાં ભાગ લઇ ઘડીભર આનંદવિભોર બન્યાં. એ સાંજ એમના માટે યાદગાર બની રહી. તસવીરમાં એ જોઇ શકાય છે.
સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર તરફથી નોર્થવીક પાર્ક હોસ્પીટલ, હેરોના જરૂરતમંદ દર્દીઓની એકલતા ટાળવા ૧૫ એન્ડ્રોઇડ ટેબ્લેટ્સની ભેટ ધરવા મંદિર તરફથી શ્રી દિનેશ ધનજી ખેતાણી ગયા હતા. અને નોર્થવીક પાર્ક હોસ્પીટલના ડોક્ટર અનુશ્રી ખેતાણીને તે અર્પણ કર્યા એ વેળાની તસવીર. મંદિર તરફથી NHS ફ્રન્ટ લાઇન સ્ટાફ અને જરૂરતમંદોને ૫૦,૦૦૦થી વધુ શાકાહારી ગરમ ભોજનનું વિતરણ કરાયેલ.

કિડનીના દર્દીઓ માટે સપોર્ટ ગૃપ JHODની રચના

કોવીદ-૧૯ની સૌથી વધુ અસરના વનરેબલ ગૃપમાં કીડનીના દર્દીઓ છે. સામાન્ય જન કરતાં કીડનીના દર્દીઓ માટે કોરોનાનો ભોગ બનવાનો ખતરો અનેક ગણો વધારે છે. આ ભયાનકતામાં આશ્વાસન અને માર્ગદર્શન એમના માટે બહુ જરૂરી છે. એ માટે એમના પ્રત્યે કરૂણા ધરાવતા સેવાભાવીઓનું એક સપોર્ટ ગૃપ બનાવ્યું છે. જે દર્દીઓ સાથે ગુજરાતી અને અંગ્રેજીમાં વાતચીત કરી એમના ભયનું સમાધાન કરી શકે.
જૈન અને હિન્દુ ઓરગન ડોનેશન સ્ટીયરીંગ ગૃપે સપોર્ટ ગૃપ બનાવ્યું છે જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ મેળવનારા, ડાયાલીસીસ પર હોય તેવા અને જીવિત કિડનીદાતાઓનો સમાવેશ થાય છે. એમના માટે એક સૈધ્ધાંતિક રૂપરેખા તૈયાર કરાઇ છે જેથી કોઇ ગેરમાર્ગે ન દોરાય. દા.ત. *મેડીકલ સંબંધિત કોઇ ચર્ચા નહિ કરવાની. *એમની વચ્ચે થયેલ માહિતીની આપ-લે સંપૂર્ણપણે ખાનગી રહે. *તેઓ ધ્યાન અને સહાનુભૂતિપૂર્વક એમને સાંભળશે. *કોરોના વાયરસ વિષયક અનુભવોની આપ-લે કરવી. *
NHS હોસ્પીટલો દ્વારા કીડનીના દર્દીઓ માટે બનાવાયેલ સાઇન પોસ્ટ માર્ગદર્શનની આચાર સંહિતાનું પાલન.
આ ગૃપમાં નીચે જણાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરવા વિનંતિ: *ભરત પટેલ: 07730 985 071 (દરરોજ સવારના ૧૦થી ૮)
*પ્રફુલા શાહ: 07789 874 228 (દરરોજ સાંજના ૬ થી ૮) *કિરિટ મોદી:07929 778 (દરરોજ ૧૦ થી ૪) *દિશના હિરાણી: 07956 539 559 (વિક ડેઝમાં સવારના ૧૦ થી ૬) *રાખી શાહ : 07767 457 614(વિક ડેઝ ૧૦ થી ૫) *જ્યોતિબેન જાદવ : 07733 035 944 (દરરોજ ૧૧ થી ૬)*હંસાબેન સોલંકી: 07960 072 945 (દરરોજ ૧૨ થી ૪)* કિરણબેન થાનકી :07445 889 934 (દરરોજ ૧૧ થી ૨)

• શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળ (શ્રી કૃષ્ણ મંદિર)ના જન સંપર્ક અધિકારી શ્રી જયંતિલાલ સુરતી જણાવે છે કે, UHS ટ્રસ્ટની પાંચ હોસ્પીટલો માટે કોવીદ-૧૯ ICU અને સંબંધિત વોર્ડમાં સ્ટાફ અને દર્દીઓ માટે સૌથી વધુ ઉપયોગી સાધનો આઇ પેડ અને ટેબ્લેટ્સ ખરીદવા અપીલ કરી હતી જે માટે દાતાઓ તરફથી મળેલ ભંડોળનો આંક ૧૧,૦૦૦ પાઉન્ડ સુધી પહોંચી ગયો છે. જેમાંથી ટ્રસ્ટને ૮૦૦૦ પાઉન્ડ અર્પણ કરવામાં આવ્યા છે. જેમાંથી લગભગ ૩૦ ટેબ્લેટ્સ ખરીદાશે. જે વૃધ્ધ, એકલા રહેતા હશે એ એમના પ્રિયજનો સાથે સંપર્ક સાધી શકશે. મુશ્કેલીના સમયમાં એમના માટે એ આશીર્વાદ સમાન થઇ પડશે. મંદિરના CEO શ્રી રમણભાઇ બલસારા જણાવે છે કે મે મહિનાની આખર સુધીમાં દાન સ્વીકારવાનું ચાલુ રાખશે. વધુ માહિતી અને દાન માટે સંપર્ક: રમણભાઇ બલસારા 07748 658 498 or 0121 244 2713 સૌ સેવાભાવીઓને અભિનંદન .

દરેક સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ સન્માન અને અભિનંદનને પાત્ર છે. જે કોઇ સંસ્થા આવા સમાજિક કાર્યમાં પ્રવૃત્ત હોય તેઓએ ગુજરાત સમાચાર, એશિયન વોઇસને પોતાની કામગીરી વિષે માહિતી email: [email protected] પર મોકલી આપવા વિનંતિ. (વધુ આવતા સપ્તાહે...)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter