ચંદુ ટેલર એન્ડ સન્સ દ્વારા ૨૫મા વાર્ષિક શ્રાદ્ધ ભજનો યોજાયા

Wednesday 06th October 2021 03:28 EDT
 
 

હિંદુ પંચાંગ પ્રમાણે શ્રાદ્ધ એવો સમય છે જ્યારે પરિવારો અને મિત્રો મૃત્યુ પામેલા તેમના પ્રિયજનોની યાદમાં શોક પાળે છે. ચંદુ ટેલર એન્ડ સન્સ દ્વારા પરિવારોને ૧૯૯૩થી સર્વિસ આપવામાં આવે છે. તેમણે ૧૯૭૭થી તે પરિવારો વતી વાર્ષિક ભજનો યોજવાનો નિર્ણય કર્યો હતો. પહેલા તો તેમણે તેમના સાઉથગેટના પ્રિમાઈસીસમાં ભજનો યોજવાનું શરૂ કર્યું. પછી તેમને મળેલા ખૂબ સારા પ્રતિભાવથી લાગ્યું કે તેમને મોટું સ્થળ જોઈશે.  
શ્રાદ્ધના દિવસોમાં સ્વર્ગસ્થ માટે પ્રાર્થના કરવાની હોય ત્યારે માત્ર બે વીકેન્ડ હોય છે. આ કાર્યક્રમ માટે હિંદુ પંચાંગની ચોક્કસ તારીખના છ મહિના અગાઉથી આયોજન કરવું પડે છે.    
છેલ્લો શ્રાદ્ધ ભજનનો કાર્યક્રમ ૨૦૧૯માં યોજાયો હતો. તેમાં ૧,૦૦૦ જેટલાં ક્લાયન્ટ હાજર રહ્યા હતા. કમનસીબે, ૨૦૨૦માં તેમણે નિયંત્રણોને લીધે લાઈવ સ્ટ્રીમ કર્યું હતું. ભજનોના લાઈવ સ્ટ્રીમમાં ૧,૨૦૦ જેટલાં ડિવાઈસ જોડાયા હતા. પ્રથમ લાઈવ સ્ટ્રીમ અને અત્યાર સુધીના રેકોર્ડિંગ યુ ટ્યૂબ પર ૧૮,૦૦૦ વખત જોવાયા છે. ૨૦૨૦માં કોવિડ લોકડાઉન દરમિયાન કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમ કરાયું તેના પરથી તેમને લાગ્યું કે આ સુવિધાથી યુકે અને દુનિયાભરમાંથી વધુ લોકો તેમની સાથે જોડાઈ શકશે.      
૩જી ઓક્ટોબરને રવિવારે તેમના ૨૫મા વાર્ષિક શ્રાદ્ધ ભજનો હતા. તેમાં મુખ્ય ગાયક ભાવિક હરિયા સાથે ભવ્ય રાવલ, રોબિન ક્રિશ્ચિયન, ધાની ડી, ઘનશ્યામ મકવાણા, શ્રીકુંજ ગઢવી અને ઓટિસ લોરેન્સ જોડાયા હતા. પ્રોફેસર્સ ઓફ સાઉન્ડના રાજ પિંડોરિયાએ સાઉન્ડ આપ્યું હતું. જ્યારે કૂકીઝ પ્રોડક્શનના રૂપેશ સવાણીએ લાઈવ સ્ટ્રીમ કર્યું હતું. ૭૫૦થી વધુ ડિવાઈસીસ પર લાઈવ ભજનો જોવાયા હતા. આ આર્ટિકલ લખાય છે ત્યારે ભાવિક હરિયાની યુ ટ્યૂબ ચેનલ પર રહેલા આ કાર્યક્રમ પર ૬,૦૦૦થી વધુ વ્યૂ નોંધાયા હતા.
આ કાર્યક્રમને સાથે મળીને સફળ બનાવવા માટે જય ટેલર અને ભાવિક હરિયાને મદદ કરનાર સૌનો ચંદુ ટેઈલરે આભાર માન્યો હતો. તેમણે ૨૦૨૨માં યોજાનારા ૨૬મા વાર્ષિક શ્રાદ્ધ ભજનોમાં આપ જોડાશો તેવી આશા વ્યક્ત કપી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter