જરૂરતમંદોની વ્હારે વેમ્બલી લાયન્સ ક્લબ અને ગ્રીનફર્ડ જલારામ મંદિર

Wednesday 17th May 2023 15:34 EDT
 
 

વેમ્બલી લાયન્સ ક્લબ અને જલારામ મંદિર - ગ્રીનફર્ડ દ્વારા સમયાંતરે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. તાજેતરમાં વેમ્બલી લાયન્સ ક્લબ તરફથી 1500 હોટ પાસ્તાના લંચબોક્સનું વિતરણ કરાયું હતું. જેમાંથી 900 જેટલા લંચબોક્સ વોટરલુ સ્ટેશન પાસે જ્યારે 600 લંચબોક્સ વાઈકિંગ ફૂડ બેન્ક મારફતે જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવ્યા હતા.
વેમ્બલીમાં આવેલ ‘દેશી ધાબા રેસ્ટોરન્ટ’માં લંચબોક્સ તૈયાર કરાયા હતા. પ્રેસિડેન્ટ સંજય મહેતા અને અન્ય લાયન મેમ્બર્સનો સાથ મળ્યો હતો. ગ્રીનફર્ડ જલારામ મંદિર દ્વારા દર મંગળવાર, બુધવાર અને શુક્રવારે સાંજે લંડનના વિવિધ એરિયામાં ગ્રોસરી, વેજિટેબલ્સ, ફ્રૂટ્સ, બ્રેડ, મિલ્ક સહિતની વિવિધ સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter