નેટવર્કિંગ વીથ સાન્તાઃ હેરો બિઝનેસ સેન્ટરમાં ક્રિસમસની ઉજવણી

Wednesday 07th December 2022 05:48 EST
 
 

હેરો બિઝનેસ સેન્ટરમાં બીજી ડિસેમ્બરના રોજ ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 60થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સની ઓફિસથી ધમધમતા એચબીસીમાં યોજાયેલી આ શાનદાર ઉજવણીના મુખ્ય અતિથિપદે ગુજરાત સમાચાર - Asian Voiceના ચેરમેન અને એડિટર ઇન ચીફ સી.બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રૂપ ડિરેક્ટર અને અતુલ સાંગાણી અને રિઅલ એસ્ટેટના વડા દેવેન સાંગાણીએ મહેમાનોને આવકારતા કહ્યું હતું કે અમારું બિઝનેસ સેન્ટર કેન્દ્રમાં મજબૂત અને મિત્રતાપૂર્ણ કોમ્યુનિટીની અનુભૂતિ બદલ ગૌરવ અનુભવે છે. અમે નિયમિતપણે ક્લાયન્ટ ઇવેન્ટ્સ યોજીએ છીએ, જે તમામ સભ્યોને નેટવર્કિંગની પુષ્કળ તકો પૂરી પાડે છે. હેરો બિઝનેસ સેન્ટર ફ્લેક્સિબલ સ્પેસ એસોસિએશનનું ગૌરવપ્રદ સભ્ય છે.
ગ્રૂપના સેન્ટર મેનેજર મેલોડી ઇબ્રહસ્જે કહ્યું હતું, ‘અમે બિઝનેસ સેન્ટરના તમામ સભ્યો માટે ત્રણ મહિને નેટવર્ક ક્લાયન્ટ લંચ, વાર્ષિટ ગેટ ટુગેધર યોજીએ છીએ. અમે ટૂંક સમયમાં જ વર્કપ્લેસ માટે યોગ અને વેલનેસ ગાઇડ પણ રજૂ કરવાના છીએ.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter