પ્રાર્થના કરીએ છીએ તે જરૂર ફળે છેઃ પૂ.મહંત સ્વામી

Wednesday 25th March 2020 03:31 EDT
 
 

લંડનઃ BAPSના પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ 18મી થી 29મી માર્ચ સુધી નેનપુર ખાતે બિરાજમાન છે. તેમની પ્રેરણા અને આજ્ઞાથી કોરોના વાઇરસનાં પ્રકોપને પગલે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રવિ સત્સંગ સભાનો લાભ ભારત અને વિશ્વનાં જુદાં જુદાં દેશોમાં વેબકાસ્ટીંગ, ટીવી, મોબાઇલ સહિતના પ્રસાર માધ્યમો દ્વારા કરોડો હરિભક્તોએ ઘેર બેઠા લીધો હતો. આ સત્સંગ સભાના અંતે કોરોના વાઇરસનો પ્રકોપ વિશ્વમાંથી નાબૂદ થાય તે માટે ધૂન-પ્રાર્થના કરવામાં આવી હતી. સત્સંગ સભામાં પૂ.મહંત સ્વામી મહારાજનો પ્રાર્થનાનું મહત્ત્વ દર્શાવતો વીડિયો સત્સંગ પ્રસારિત કરાયો હતો. જેમાં પૂ.મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે પ્રાર્થના કરીએ છીએ તે જરૂર ફળે છે, નકામી જતી નથી. BAPS ના પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર સપ્તાહે યોજાતી રવિ સત્સંગ સભા તથા અઠવાડિક સત્સંગ સભાનો લાભ ભારત અને વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રસાર માધ્યમો દ્વારા ઘરે બેઠાં મળશે. જેનું વેબસાઈટ https://sabha.baps.org દ્વારા વેબ કાસ્ટિંગ થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter