પ્રેસ્ટનમાં વૃદ્ધો માટે વિનામૂલ્યે ભોજનની સુવિધા

Wednesday 25th March 2020 03:23 EDT
 

લંડનઃ કોરોના વાઈરસને પગલે સર્જાયેલી વર્તમાન સ્થિતિમાં ગુજરાત હિન્દુ સોસાયટી (જીએચએસ મંદિર) દ્વારા સંસ્થાના ફક્ત પ્રેસ્ટન ખાતેના આપણા સમાજના મોટી ઉંમરના સભ્યો કે જેઓ રાંધી શકવા સક્ષમ નથી તથા ઘરે ભોજનથી વંચિત રહી શકે તેમ હોય તેમના માટે સંસ્થા દ્વારા ફ્રી મીલ ડિસ્ટ્રીબ્યુશન સેવા શરૂ કરાઈ છે.

૨૩ માર્ચ, સોમવારથી લઇને બે અઠવાડિયા સુધી આ સુવિધા અપાશે. આ રાંધેલું ભોજન જરૂરિયાતવાળાઓને પહોંચાડી શકે તેવા સ્વયંસેવીઓની પણ જરૂર છે. જે કોઇને આ સેવાકાર્યમાં જોડાવું હોય તેઓ મંદિરનો સંપર્ક કરી શકે છે. આ સેવાની જેમને જરૂર હોય તેવી વ્યક્તિઓની માહિતી માટે 01772 253901 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter