પ.પૂ. મહંતસ્વામીનું આંધ્ર પ્રદેશ વિચરણ

Wednesday 09th May 2018 07:48 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામીએ તા.૧ મેને મંગળવારે દિલ્હીથી આંધ્રપ્રદેશના સિકંદરાબાદ જવા પ્રસ્થાન કર્યું હતું. તેમણે સિકંદરાબાદમાં રવિવાર તા. ૬ મે સુધી વિચરણ કર્યું હતું. તે દરમિયાન પૂ. મહંતસ્વામીએ બાળ, કિશોર તેમજ યુવક-યુવતી અને પુરુષો-મહિલાઓની સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો. પૂ. મહંતસ્વામીએ સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. બાળ અને યુવા કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, તે પૂ. મહંત સ્વામીએ રસપૂર્વક નિહાળ્યા હતા. તા. ૭ મેને સોમવારે પૂ. મહંતસ્વામી બેંગલુરુ પહોંચ્યા હતા. તેઓ આગામી તા.૧૩ મે સુધી બેંગલુરુમાં વિચરણ કરશે. ત્યાં શનિવારને તા.૧૨ મેએ પૂ. મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ. યોગીજી મહારાજની જયંતીની ઉજવણીની ખાસ સભા યોજાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter